ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સરહદ વિવાદ: પૂર્વી લદ્દાખમાં તણાવ ઓછો કરવા આજે કમાન્ડર લેવલની બેઠક - ભારત ચીન વચ્ચે વિવાદ

સોમવારે ચીન સાથે ઉચ્ચ-સ્તરની સૈન્ય બેઠકના સાતમાં રાઉન્ડમાં, ભારત પૂર્વી લદ્દાખમાં ચીનની સૈન્યને સંપૂર્ણ પરત ફરવા માટે આગ્રહ કરશે. સરકારી સૂત્રોએ આ માહિતી આપી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે પૂર્વી લદ્દાખમાં LAC ઉપર ભારત તરફ ચૂશુલમાં બપોરે 12 વાગ્યે બેઠક શરૂ થશે.

સરહદ વિવાદ
સરહદ વિવાદ

By

Published : Oct 12, 2020, 10:23 AM IST

નવી દિલ્હી: ચીન અને ભારત વચ્ચે સૈન્ય સ્તરની સાતમી વાતચીત સોમવારે બપોરે 12 કલાકે ચુશુલમાં આયોજીત થશે. કમાન્ડર સ્તરની વાતચીતને લઈને આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સરહદ પર મહિનાઓથી ચાલતો તણાવ ઓછો થશે. 12 ઓક્ટોબરની તારીખે થનારી આ મુલાકાતમાં લદ્દાખ સહીત સરહદી વિસ્તારમાં ડી-એસ્કલેશન પર ભાર આપવામાં આવશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, મહત્વનો મુદ્દો યુદ્ધ થવાના સંભવતી બિન્દુઓ પરથી સૈન્યને પાછળ હટવા માટે આગ્રહ કરવામાં આવી શકે છે.ચીન અધ્યયન સમૂહના શીર્ષ પ્રધાનો અને સૈન્ય અધિકારીઓ દ્વારા શુક્રવારે સમીક્ષા કરવામાં આવી હતી.

CSGમાં વિદેશ પ્રધાન એસ જયશંકર, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને સંરક્ષણ અધ્યક્ષ જનરલ બિપિન રાવત, ઉપરાંત ત્રણ સેના પ્રમુખ શામેલ છે.

ભારત વતી લેફ્ટનન્ટ જનરલ હરિંદર સિંહ અને તેમના અનુગામી લેફ્ટનન્ટ જનરલ પી.જી.કે. મેનન વાતચીતનું નેતૃત્વ કરશે. વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ નવીન શ્રીવાસ્તવ પણ આ બેઠકમાં ભાગ લેશે. પૂર્વી લદ્દાખમાં ભારત તરફના વાસ્તવિક નિયંત્રણ રેખા પર બેઠક બપોરે 12 વાગ્યે શરૂ થશે.

ઉલ્લેખનીય છે કે સરહદ વિવાદ પૂરો કરવા માટે પાવર ચાઇના સ્ટડી ગ્રુપની રચના કરવામાં આવી છે. તો અત્યાર સુધી થયેલી આવી 6 મુલાકાતોમાં ભારતીય પક્ષમાં સેનાની સાથે વિદેશ વિભાગના અધિકારી પણ સામેલ થયા છે.

30 ઓગસ્ટે ભારતે રેચન લા, રેજાંગ લા, મુકર્પી અને ટેબ્લેટોપ જેવી મહત્વપૂર્ણ પોઇન્ટસ પર કબજો કરી લીધો છે. બ્લેકટોપની નજીક ભારતે જવાનો તૈનાત કર્યા છે. ચીન દ્વારા ઉશ્કેરણીજનક પગલા ભરવાના પ્રયાસ બાદ ભારત દ્વારા આ સૈન્ય તૈનાતી કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details