આ અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે જણાવ્યું કે, ભારતની એર સ્ટ્રાઈકના જવાબમાં પાકિસ્તાને હવાઈ સરહદનું ઉલ્લંઘન કર્યું હતું. જેના જવાબમાં ભારતે પણ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો.
ભારતે સ્વીકાર્યું- જવાબી કાર્યવાહીમાં 1 ભારતીય પ્લેન ક્રેશ, પાયલટ ગુમ - guajrati news
નવી દિલ્હી: ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવો મહોલ સર્જાયો છે, ત્યારે ભારતે કરલી એર સ્ટ્રાઈક બાદ બંને દેશ વચ્ચે તણાવનું વાતાવરણ ઉભું થઈ ગયું છે. મહત્વનું છે કે, ઈન્ડિયન એરફોર્સે પાકિસ્તાનના બાલાકોટમાં એક હવાઈ હુમલા કર્યો હતો. જેથી ગભરાયેલાં પાકિસ્તાને બુધવારે ભારતની હવાઈ સરહદનું ઉલ્લંઘન કર્યું હતું. તે સમય દરમિયાન પોકિસ્તાને કેટલાંક બોમ્બ પણ ફેંક્યા હતાં. જેની જવાબી કાર્યવાહી બાદ પાકિસ્તાનના વિમાન પરત ફર્યાં હતા. ભારતની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનનું F-16 વિમાન તોડી પડાયું છે.
army
કુમારે જણાવ્યું કે, ભારતે પાકિસ્તાનનું એક લડાકુ વિમાન તોડી પાડ્યું હતું, પરંતુ આ કાર્યવાહીમાં ભારતનું પણ એક લડાકી પ્લેન MI-21 ક્રેશ થયું હતું. જેનો એક પાયલટ હાલમાં ગુમ છે. આ અંગે પાકિસ્તાને દાવો કર્યો છે કે, ભારતીય પાયલટ પાકિસ્તાની કસ્ટડીમાં છે. વધુમાં કુમારે જણાવ્યું કે, ભારત પાકિસ્તાની આ દાવાની ચોક્કસ તપાસ કરી રહ્યું છે.