ગુજરાત

gujarat

By

Published : Jun 25, 2019, 11:35 AM IST

ETV Bharat / bharat

વધતી અસમાનતા ચિંતાજનક વિષય છેઃ મનમોહન સિંહ

નવી દિલ્હીઃ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે સોમવારે વધતી જતી અસમાનતા પર ચિંતાની વ્યક્ત કરી છે અને કલ્યાણકારી રાજ્ય હોવાને નાતે દેશમાં ઘણી ગરીબી અથવા આર્થિક વિષમતા ન હોઈ શકે.

Photo

સામાજીક વિકાસ રિપોર્ટ ‘ભારતમાં વધતી અસમાનતા, 2018’ જાહેર કરતા મનમોહન સિંહે કહ્યું કે, અમુક ક્ષેત્ર અને સામાજીક સમૂહ ગરીબી હટાવનારા ભિન્ન કાર્યક્રમમાં અને કઠોર નીતિઓ છતાં દેશમાં ઘણી ગરીબી છે.

સિંહે જણાવ્યું કે, “વધતી અસમાનતા આપણા માટે ચિંતાજનક છે, કારણ કે, આર્થિક, સામાજીક અને રાજકીય અસમાનતાઓનો ખરાબ પ્રભાવ આપણા ઝડપી તથા સતત વિકાસને ક્ષતિ પહોંચાડી શકે છે.”

આ ઉપરાંત મનમોહન સિંહે વધતી અસમાનતાને વૈશ્વિક ઘટના જણાવી છે, જેમાં સ્વીડન, જર્મની અને અન્ય દેશ આના અપવાદ છે. તેમણે કહ્યું કે, “ભારત કલ્યાણકારી દેશ છે, આપણે અતિ ગરીબી અથવા અસમાનતાને અનુમતિ આપી ન શકીએ.”

ABOUT THE AUTHOR

...view details