ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઉત્તર પ્રદેશઃ બસપા સાંસદ મલૂક નાગર સામે ઈન્કમટેક્સ વિભાગના દરોડા - ગાઝિયાબાદ

ગાઝિયાબાદમાં બુધવારે સવારે બસપા નેતા મલૂક નાગરને ત્યાં ઈન્કમ ટેક્સ વિભાગે દરોડા પાડ્યા હતા. ફક્ત ગાઝિયાબાદ જ નહીં, પરંતુ મલૂગ નાગરના હાપુડ, ગઢ, ગ્રેટર નોઈડાના પરી ચોક અને દિલ્હીની વિવિધ જગ્યાએ પણ ઈન્કમ ટેક્સે સપાટો બોલાવ્યો હતો. મળતી માહિતી અનુસાર, મલૂક નાગરના સાસરિયાંના પરિવાર સાથે જોડાયેલા કેટલાક લોકોના ઘરે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

બસપા સાંસદ મલૂક નાગર સામે ઈન્કમટેક્સ વિભાગના દરોડા
બસપા સાંસદ મલૂક નાગર સામે ઈન્કમટેક્સ વિભાગના દરોડા

By

Published : Oct 28, 2020, 3:46 PM IST

  • બસપા નેતા મલૂક નાગરને ત્યાં ઈન્કમ ટેક્સના દરોડા
  • આવક ઓછી દેખાડવાનો મલૂક નાગર પર આક્ષેપ
  • નાગરના સીએ સાથે પણ પૂછપરછ કરવામાં આવશે

ગાઝિયાબાદ (ઉત્તર પ્રદેશ): આ દરોડા છેલ્લા 6 વર્ષ દરમિયાન આઈટી રિટર્નમાં આવક ઓછી દેખાડવાને લઈને કરવામાં આવ્યા છે. જોકે પ્રારંભિક તપાસમાં સામે આવ્યું છે કે, આવક ઘણી વધારે થઈ હતી, જે દસ્તાવેજમાં બતાવવામાં આવી છે. આ મામલે મલૂક નાગરના સીએ સાથે પણ પૂછપરછ કરવામાં આવે તેવી સંભાવના છે.

મલૂક નાગરની કંપનીનું મૂળ કામ ડેરીનું છે

મલૂક નાગરની કંપનીનું મૂળ કામ ડેરીનું છે. જે લાંબા સમયથી મધર ડેરીને પોતાનું દૂધ વેચવાનું કામ કરી રહી છે. આજની કાર્યવાહી ઈન્કમટેક્સની લખનઉ વિંગ દ્વારા કરવામાં આવી રહી છે. મલૂક નાગરના દિલ્હી સ્થિત આવાસ પર પણ ઈન્કમ ટેક્સની ટીમ કાર્યવાહી કરી રહી છે.

બિજનૌરમાં પણ ચાલી રહ્યા છે દરોડા

ઉત્તર પ્રદેશના બિજનોર જનપદથી સાંસદ મલૂક નાગરના આવાસ પર ઈન્કમ ટેક્સની ટીમે બુધવારે દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન ટીમની સાથે મોટી સંખ્યામાં પીએસી પણ જોડાઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, ચાર ગાડી ભરીને ઈન્કમ ટેક્સની ટીમ આવી હતી. તપાસમાં દિલ્હી, મુરાદાબાદ અને લખનઉના અધિકારીઓ પણ પહોંચ્યા છે.

ABOUT THE AUTHOR

...view details