ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આયકર વિભાગે માયાવતીના ભાઈનો 400 કરોડનો પ્લોટ જપ્ત કર્યો - anandkumar

ન્યુઝ ડેસ્કઃ આયકર વિભાગે બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીનાં પરિવારજનો પર કાર્યવાહી કરી છે. IT વિભાગે માયાવતીના ભાઈ અને BSPના ઉપાધ્યક્ષ આનંદકુમાર અને તેની પત્ની વિરુદ્વ પગલા લીધા છે. આયકર વિભાગે આનંદકુમારના 400 કરોડના પ્લૉટને જપ્ત કર્યો છે. તેમની સંપત્તિમાં માત્ર 7 વર્ષમાં 18,000 ગણો વધારો થયો છે.

માયાવતીના ભાઈ આનંદકુમારની સંપત્તિ 7 વર્ષમાં 7 કરોડથી 1300 કરોડ થઈ ગઈ

By

Published : Jul 18, 2019, 2:42 PM IST

માયાવતીના ભાઈ આનંદકુમાર અને તેની પત્ની વિરુદ્વ ઈન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ તપાસ કરી રહી હતી. તપાસમાં જાણવા મળ્યુ હતું કે, આ દંપત્તીનો દિલ્હી પાસેના નોઈડામાં 28,328 સ્કેવર મીટરનો બેનામી પ્લૉટ છે. સાત એકર જમીનના આ પ્લૉટની માર્કેટ વેલ્યુ 400 કરોડ છે. આનંદકુમાર અને તેની પત્ની વિચિત્ર લતાનો આ બેનામી પ્લૉટને જપ્ત કરવા આદેશ અપાયો હતો. જેથી આજે ગુરુવારે આ પ્લૉટ કબ્જે લેવાયો હતો.

આયકર વિભાગના સુત્રોના જાણાવ્યાનુંસાર આનંદકુમારની હજુ પણ ઘણી બેનામી સંપત્તિઓ છે. જેની તપાસ કરી ભવિષ્યમાં જપ્ત કરાશે. આનંદકુમાર સામે થયેલી આ કાર્યવાહીની અસર માયાવતીના રાજકરણ ઉપર પણ પડી શકે છે. આંનદ કુમાર પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પણ તપાસમાં કરી રહી છે.

ઈન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટના જણાવ્યા પ્રમાણે, માયાવતીના ભાઈ આનંદકુમારની 1300 કરોડની બેનામી સંપત્તિની તપાસ ચાલી રહી છે. આયકર વિભાગની તપાસમાં ખૂલાસો થયો છે કે, 2007 થી 2014 સુધીમાં આનંદકુમારની સંપતિમાં 18,000 ગણો વધારો થયો છે. તેમની સંપત્તિ 7.1 કરોડથી વધીને 13,000 કરોડની થઈ ગઈ છે. તેમની 12 કંપનીઓની પણ તપાસ ચાલી રહી છે.

ABOUT THE AUTHOR

...view details