ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અયોધ્યા ચુકાદાને લઈ PM મોદી સહિત આગેવાનોએ કરી શાંતિની અપીલ

ન્યૂઝ ડેસ્ક: સુપ્રીમ કોર્ટ અયોધ્યા વિવાદ કેસમાં આવતીકાલે એટલે કે શનિવારના રોજ પોતાનો ચુકાદો આપશે. ઉલ્લેખનીય છે કે, અયોધ્યા કેસના નિર્ણયને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહમંત્રાલયે તમામ રાજ્યોને જાગૃત રહેવાની સૂચના આપી છે. સુપ્રીમ કોર્ટે રાજકીય રીતે મહત્વપૂર્ણ 70 વર્ષ જૂના કેસમાં પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. આવતીકાલે 10:30 વાગ્યે ચૂકાદો આવશે. વડાપ્રધાન મોદી સહિતના આગેવાનોએ શાંતિ જાળવવા અપીલ કરી હતી.

અયોધ્યા ચુકાદાને લઈ PM મોદી સહિત આગેવાનોએ કરી શાંતિની અપીલ

By

Published : Nov 8, 2019, 11:29 PM IST

નોંધનીય છે કે, વડાપ્રધાન મોદીએ તાજેતરમાં કેબિનેટની બેઠકમાં નિવેદન આપ્યું હતું કે, પ્રધાનો ભડકાઉ નિવેદન ન આપે. તેમજ વડાપ્રધાન મોદીએ શાંતિ જાળવવા માટે અપીલ કરી છે.

PM મોદીનું ટ્વિટ

ઉલ્લેખનીય છે કે, અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં પાંચ જજોની બંધારણીય બેન્ચ સુનાવણી કરી હતી. જે છઠ્ઠી ઑગસ્ટથી દરરોજ સુનાવણી થઈ હતી, જે 16મી ઑક્ટોબરે પૂર્ણ થઈ હતી.

તેમજ ગૃહમંત્રાલયના સૂત્રો પ્રમાણે, અયોધ્યા ચૂકાદાને લઈને કેન્દ્રએ બધા રાજ્યોએ એડવાઈઝરી જાહેર કરી છે. બધા રાજ્યોને એલર્ટ પર રહેવાના આદેશ આપ્યા છે.

અયોધ્યા વિવાદ મામલે સુપ્રીમ કોર્ટ શનિવારના રોજ એટલે કે આવતીકાલે 10:30 કલાકે નિર્ણય સંભળાવશે. અયોધ્યામાં કલમ 144ને લાગુ કરવામાં આવી છે. આ સાથે જ સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. તેમજ અયોધ્યામાં અર્ધલશ્કરી દળના 4000 જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.

સુરક્ષા-વ્યવસ્થાને ધ્યાનમાં રાખી ઉત્તર પ્રદેશને હાઈઍલર્ટ કરી દેવાયું છે, તેમાં પણ ખાસ કરીને અયોધ્યામાં મોટી સંખ્યામાં સેનાના જવાનો અને પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે. આ સાથે જ દેશના તમામ રાજ્યોમાં વિશેષ સુરક્ષા-વ્યવસ્થાના નિર્દેશ કરાયા છે. જે અંતર્ગત ગુજરાત રાજ્યમાં પણ રાજ્યના પોલીસ વડા દ્વારા તમામ મહાનગરો અને શહેરો સહિત સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાનો નિર્ણય કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details