ગુજરાત

gujarat

By

Published : Oct 23, 2019, 8:43 PM IST

Updated : Oct 23, 2019, 8:50 PM IST

ETV Bharat / bharat

સરહદ પર થતી ઘટનાઓ રોકવા પાકિસ્તાને ઘૂષણખોરી પર લગામ કસવી જોઈએ

ન્યુઝ ડેસ્ક: ભારત અને પાકિસ્તાન વચ્ચેની નિયંત્રણ રેખા ઉપર 20મી ઓક્ટોબરનો દિવસ ઈતિહાસના સૌથી વધુ લોહિયાળ દિવસોમાંનો એક બની રહ્યો હતો. જવાનો અને નાગરિકોના મળી નવ માણસોના મોતના અહેવાલને સત્તાવાર સમર્થન મળ્યું હતું, પણ બન્ને પક્ષોએ વાસ્તવમાં એનાથી પણ વધુ નુકશાન થયાનો દાવો કર્યો હતો. ભારતીય સેનાની આર્ટીલરીના ભીષણ તોપમારાએ પાકિસ્તાની ચોકીઓ, તોપો તથા ત્રાસવાદીઓના લોંચ પેડ્સને સફળતાપૂર્વક નિશાન બનાવ્યા હતા. સેનાના વડા જનરલ બિપિન રાવતે જણાવ્યું હતું કે, “છ થી દસ જેટલા પાકિસ્તાની જવાનો માર્યા ગયા હતા અને ત્રાસવાદીઓના ત્રણ અડ્ડાઓનો ખાત્મો બોલી ગયો હતો.”

સરહદ પર થતી ઘટનાઓ રોકવા પાકિસ્તાને ઘૂષણખોરી પર લગામ કસવી જોઈએ

ભારત અને પાકિસ્તાન વચ્ચે દર વખતે સરહદે શાંતિનો ભંગ (સીઝફાયર વાયોલેશન - સીએફવી) થાય ત્યારે આ રીતે શાબ્દિક યુદ્ધ પણ સામાન્ય બની ગયું છે. આવી લગભગ દરેક ઘટના પછી બન્ને તરફથી ટ્વીટર ઉપરના લડવૈયાઓ પણ મેદાનમાં કૂદી પડે છે અને હતોત્સાહ થયેલા સૈનિકોના તેમજ ખેદાન મેદાન થયેલી સરહદી ચોકીઓના બનાવટી વીડિયોઝનો પણ મારો ચાલે છે. આ બધો પ્રયાસ દેખિતી રીતે વાસ્તવમાં એલઓસી ઉપર ચાલી રહેલા ભીષણ જંગ તરફથી લોકોનું ધ્યાન અન્યત્ર વાળવાનો દેખિતો પ્રયાસ હોય છે.

એક દાયકા કરતાં વધુ સમય સુધી નિયંત્રણ રેખા (એલઓસી) સામસામા ભારે તોપમારા પછી, ભારત અને પાકિસ્તાને 2003માં સરહદે યુદ્ધ વિરામ માટેનો કરાર કર્યો હતો. એ પછીના લગભગ દસ વર્ષ સુધી તો એ કરારના પગલે સરહદી વિસ્તારોમાં ખાસ્સા પ્રમાણમાં શાંતિ રહી હતી અને ત્યાં વસતા નાગરિકોને પણ મોટા પાયે રાહત મળી હતી. હું નાગરિકોનો ઉલ્લેખ એટલા મટે કરૂં છું કે, તેમને સૌથી ઓછું રક્ષણ હોય છે અને શાંતિ ભંગની ઘટનાઓમાં સૌથી વધુ તેમને ભોગવવાનું રહે છે. મે 2018માં, પાકિસ્તાની સૈન્યના તોપમારાથી બચવા અર્નીઆ ક્ષેત્રમાં વસતા 76,000થી વધુ ગ્રામિણ લોકોએ પોતાના ઘર છોડી ભાગી જવું પડ્યું હતું. સરહદની સામેની તરફે પણ આવી જ સ્થિતિ હતી.

મારા મતે, 2013ના વર્ષમાં લગભગ બધી જ બાબતોમાં પરિવર્તન આવ્યું. તેનું કારણ એ હતું કે, કાશ્મીરમાં બહેતર બની રહેલી સુરક્ષાની સ્થિતિના કારણે તેમજ પાકિસ્તાનની રાષ્ટ્રીય ચૂંટણીઓમાં ભારત તરફે હળવું વલણ ધરાવનારા મનાતા નવાઝ શરીફનો વિજય થવાથી પાકિસ્તાની સેના માટે સ્થિતિ અકળાવનારી બની ગઈ હતી. પાકિસ્તાનના આ પડદા પાછળના, પણ સૌથી વધુ શક્તિશાળી શાસકોએ બાજી પોતાના હાથમાં લઈ લીધી અને સરહદે શાંતિ ભંગ તથા ભારતીય હદમાં હીરાનગર, સામ્બા તથા જંગલોટ ખાતે ભારતીય દળો ઉપર હુમલાના પ્રમાણમાં વધારો થવા લાગ્યો.

2014માં ભારતની ચૂંટણીઓમાં એક નવી સરકારના હાથમાં સત્તા આવી, જેણે પાકિસ્તાની હદમાંથી પેદા થતા ત્રાસવાદ પ્રત્યે સખત અને કોઈ બાંધછોડ વિનાનો અભિગમ અપનાવ્યો. બન્ને દેશો વચ્ચેની તંગદિલીમાં વધારો થયો તેમજ શાંતિભંગની ઘટનાઓમાં વધારો થતાં 2012ના અંદાજે 100 કિસ્સાઓથી વધીને 2018માં તો એ 2000થી પણ ઉપર પહોંચી ગયા. 2019ના પ્રથમ દસ મહિના જ તેની સંખ્યા અગાઉની વર્ષ કરતાં વધી ગઈ હતી.

શાંતિ ભંગની ઘટનાઓ શા માટે બને છે? એક સર્વસ્વિકૃત અભિપ્રાય એવો છે કે, ભારતમાં ઘૂસણખોરી કરવા માંગતા ત્રાસવાદીઓને રક્ષણ આપવા પાકિસ્તાની સૈન્ય સરહદે ગોળીબારનો આશ્રય લે છે. નિંયત્રણ રેખાએ ઘૂસણખોરીના પ્રયાસોની નોંધાતી ઘટનાઓની સંખ્યા આ માન્યતાને સમર્થન આપે છે. ભારતીય ગૃહ મંત્રાલય પાસેથી પ્રાપ્ત થતી છેલ્લા વાર્ષિક અહેવાલ અનુસારની માહિતી – વિગતો પ્રમાણે 2014 થી 2018 દરમિયાન 1461 ત્રાસવાદીઓએ ભારતમાં ઘૂસણખોરીના પ્રયાસો કર્યા હતા.

જો કે, શાંતિ ભંગની ઘટનાઓ ફક્ત ઘૂષણખોરીના કારણે જ નથી થતી. નિયંત્રણ રેખાએ ચાલતી જીંદગી પણ બન્ને તરફે પોતાની રીતે આગવી હોય છે. બન્ને તરફે સૈન્યો પોતાની ઈચ્છાઓનો રોફ સામી તરફે જમાવવા મથતા હોય છે. નૈતિક આધિપત્યના આ પ્રયાસમાં પોતાની તરફે જવાનોએ જીવ ગુમાવ્યા હોય તો એની સામે તો બદલો લેવાની પ્રબળ આવશ્યકતા અને વૃત્તિ બહુ દેખિતા હોય છે. 20મી ઓક્ટોબરે પણ ભારતના બે જવાનો શહીદ થતાં ભારતે શાંતિ ભંગનો વળતો જવાબ આપ્યો હતો. ‘આંખ સાટે આંખ’નો આ અભિગમ ખૂબજ ઉશ્કેરણીજનક લાગે, પણ બચાવકારક અભિગમથી તો ધીમે ધીમે નિયંત્રણ રેખાએ તહેનાત સૈન્ય એકમોની હિંમત અને ઉત્સાહ – જોશ, બન્ને તબક્કાવાર તૂટતા જાય એવી પૂરતી શક્યતા રહે છે. “જંગનો મુદ્દો તો સામાન્ય રીતે હરીફ દળોના કમાન્ડર્સના મનમાં જ નક્કી થાય છે, તેમના જવાનોના દેહમાં નહીં” એવા લિડલ હાર્ટના અનુભવસિદ્ધ સૂત્રને ખૂબજ ગંભીરતાથી લેવું જરૂરી છે.

હાલના હિંસાખોરીના ચક્રને તોડવાનો કોઈ ઉપાય છે ખરો? આ પ્રશ્નનો જવાબ થિયરીની રીતે સાવ સરળ છે, પણ તેનો અમલ ખૂબજ મુશ્કેલ છે. આ મામલે નિર્ણાયક પગલું લેવાની જવાબદારી પાકિસ્તાની સેનાના માથે રહે છે. તે ભારતમાં ઘૂષણખોરી અટકવાવા પુરતા પગલાં લે તો સહરદે હિંસા, ઘર્ષણની ઘટનાઓ આપમેળે જ ઓછી થઈ જશે, તેના પગલે ભારતીય સેના તરફથી વળતા જવાબનું પ્રમાણ પણ ઓછું થઈ જશે. જો કે, હાલમાં તો પાકિસ્તાની સેના આવું કોઈ પગલું લેવાનું વિચારી પણ રહી હોય તેવા કોઈ સંકેતો જણાતા નથી. ખરેખર તો તેઓ એ પાયાની વાત પણ સ્વિકારતા નથી કે સરહદની તેમની તરફેથી ભારતમાં ઘૂષણખોરીના પ્રયાસો થાય છે. ભારત – પાકિસ્તાન સંબંધો હાલમાં નવા તળિયે જઈને બેઠા છે ત્યારે, બન્નેમાંથી કોઈપણ પક્ષ દ્વારા વિશ્વાસ નિર્માણના અને તેના પગલે સરહદે શાંતિ સ્થપાય તેવા કોઈ પગલાંની શક્યતા સાવ નજીવી છે.

ગંભીર વાસ્તવિકતા તો એ છે કે, ટુંકા ગાળામાં સરહદે સ્થિતિમાં કોઈ ફેરફાર થવાની શક્યતા લગભગ નથી, બન્ને તરફે તોપો અને બંદૂકો જ વાત કરતી રહેશે. એક કામ એ થઈ શકે કે બન્ને તરફે લોકોને ફક્ત પ્રભાવિત કરવાના આશયે થતા નિરર્થક, ઉશ્કેરણીજનક ઉચ્ચારણોમાં ઘટાડો લાવી શકાય. એનું કારણ બીજું કઈં નહીં તો સામસામા તોપમારા અને ગોળીબારમાં માર્યા ગયેલા હવે પછી પણ આ રીતે ભોગ બનતા સંખ્યાબંધ સૈનિકો તથા નાગરિકોના માનમાં શાંતિનો પ્રયાસ છે.

લેખક: લેફ. જન. (નિવૃત્ત) ડી એસ હૂડા. તેમણે 2016ની સર્જીકલ સ્ટ્રાઈકનું નિરિક્ષણ કર્યું હતું.

Last Updated : Oct 23, 2019, 8:50 PM IST

ABOUT THE AUTHOR

...view details