ગુજરાત

gujarat

ભારતમાં બેરોજગારીની સમસ્યા નથી, પણ રોજગારીથી મળતા વેતનની મુખ્ય સમસ્યા: મોહનદાસ પઇ

બેંગલૂરૂ: ઇન્ફોસિસના પૂર્વ મુખ્ય નાણાંકીય અધિકારી (CFO) અને વિવિધ ક્ષેત્રોમાં રોકાણ કરનારા મોહનદાસ પઇએ કહ્યું હતું કે, ભારતમાં રોજગારીની સમસ્યા નથી પણ મુખ્ય સમસ્યા તો વેતનની છે. આમ તો નોકરીઓ તો ઘણી છે જેનું પગાર ધોરણ ઓછુ છે, પણ ડિગ્રી ધારકો માટે તે અનુકુળ નથી.

By

Published : Jun 16, 2019, 9:26 PM IST

Published : Jun 16, 2019, 9:26 PM IST

મોહનદાસ પઇ

ઇન્ફોસિસના પૂર્વ નાણાંકીય અધિકારી મોહનદાસે ભારતની બેરોજગારીની સમસ્યા પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, "ભારતમાં સારી નોકરીઓ ક્રિએટ નથી થઇ રહી, જો કે 10,000 થી 15,000 રૂપિયાના વેતન પર નોકરીઓ ઘણી છે. પણ તે ડિગ્રી હોલ્ડર કેન્ડીડેટ્સ માટે તે ઓછી આકર્ષક હોય છે. જેથી ભારતમાં માત્રને માત્ર વેતનની જ સમસ્યા છે રોજગારીની નહી"

આ અંગે પઇએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતમાં ક્ષેત્રિય અને ભૌગોલિક સમસ્યાઓ પણ છે, ભારતે ચીનની માફક શ્રમ વાહક ઉદ્યોગો સ્થાપવા જોઇએ અને શોર્સની નજીકના મૂળભૂત સ્ટ્રક્ચરનો વિકાસ કરવો જોઇએ. તો આ સાથે જ મોહનદાસે વધુમાં જણાવ્યું કે, રિસર્ચ અને વિકાસમાં વધુમાં વધુ રોકાણ કરવું જોઇએ. આપણે ચીન પાસેથી શિખવું જોઇએ, ચીને શું કર્યુ, તેઓઅ શ્રમ આધારિત ઉદ્યોગોની શરૂઆત કરી, જે બાદ તેને દુનિયાને આમંત્રણ આપ્યું અને તેમના શ્રમ બળનો ઉપયોગ કરવા માટે કહ્યું, અને નિકાસ ઉદ્યોગ શરૂ કર્યો"

પઇએ બેરોજગારીના સંબંધમાં સેન્ટર ફોર મોનિટરીંગ ઇન્ડિયન ઇકોનોમી ( CMIE)ના આંકડાઓ ત્રુટિપૂર્ણ ગણાવ્યા જે 2018માં 1.1 કરોડ લોકોની નોકરીઓ ગઇ હતી. તેમણે જણાવ્યું હતું કે, "15 થી 29 વર્ષિય વર્ગના લોકોની બેરોજગારીને લઇને કરવામાં આવેલી સર્વેક્ષણની પદ્ધતિમાં ઘણી ભુલો છે"

નોકરીઓને લઇને સૌથી ચોક્કસ આંકડાઓ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના છે. જેના જણાવ્યા મુજબ દર વર્ષે લગભગ 60-70 લાખ લોકોને સંગઠિત ક્ષેત્રોમાં લોકોને રોજગારની પ્રાપ્તિ થઇ રહી છે.

ABOUT THE AUTHOR

...view details