ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગાઝિયાબાદમાં ઉધારી ન ચૂકવી શકવાને કારણે યુવતીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ - ગાઝિયાબાદ સમાચાર

ગાઝિયાબાદના વિજયનગર વિસ્તારમાં 18 વર્ષીય યુવતીએ 5,000 રૂપિયાની ઉધારી ના ચૂકવી શકવાને કારણે તેણે પોતાને આગ ચાંપી દીધી હતી. યુવતીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

In Ghaziabad, a young woman attempted suicide
ગાઝિયાબાદમાં ઉધારી ન ચુકવી શકવાને કારણે યુવતીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ

By

Published : Jun 7, 2020, 5:44 PM IST

ગાઝિયાબાદ (ઉત્તર પ્રદેશ): ગાઝિયાબાદ શહેરના વિજયનગર વિસ્તારમાં 18 વર્ષીય યુવતીએ 5,000 રૂપિયાની ઉધારી ના ચૂકવી શકવાને કારણે તેણે પોતાને આગ ચાંપી દીધી હતી. યુવતીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

આરોપ છે કે, યુવતીના પાડોશમાં રહેતો યુવક રૂપિયા માટે સતત દબાણ કરી રહ્યો હતો. જેના કારણે યુવતી ખૂબ જ ડિપ્રેશનમાં હતી. લોકડાઉનમાં યુવતીના ભાઈ પાસે પૈસા નહોતા. આવી સ્થિતિમાં, જ્યારે યુવતીને લાગ્યું કે દબાણ વધી રહ્યું છે, ત્યારે તેણે આ ભયાનક પગલું ભર્યું હતું.

આત્મહત્યા કરાવવા માટે ઉકસાવવાનો પ્રયાસ કરવાના ગુનામાં પોલીસે એક યુવકની અટકાયત કરી છે. તેમજ છોકરીની માતાએ કહ્યું કે મકાનમાલિકનું ભાડુ ચૂકવવા માટે પણ પૈસા નહોતા. જેથી મકાન માલિક પણ સતત પૈસા માંગતો હતો. જેના કારણે યુવતી ડિપ્રેશનમાં હતી. એવો આરોપ પણ છે કે મકાનમાલિકે ઇલેક્ટ્રિકલ કનેક્શનને પણ બંધ કરી દીધુુ હતુંં.

પીડિતાનો ભાઇ અગાઉ મજૂરી કરતો હતો અને ઘર બરાબર ચાલી રહ્યું હતું. પરંતુ લોકડાઉનને કારણે કામ બંધ થયું હતું, જેથી રૂપિયાની તંગી ઉભી થઇ હતી. ઘરમાં ખાવા-પીવાનું સંકટ સર્જાયું હતું અને મકાનમાલિકને આપવા માટે પૈસા પણ ન હતા, જેથી યુવતીએ ઉધાર માંગ્યા હતા. તેમજ છોકરીના પિતાને પણ પગાર આવ્યો ન હતો. અંતે, છોકરીને કોઈ રસ્તો ન દેખાતા તેને આત્મહત્યા કરવાનું વિચાર્યુ હતું.

યુવતી અત્યારે હોસ્પિટલમાં જીંદગી અને મોતની લડાઇ લડી રહી છે, ત્યારે હાલમાં પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details