ઈમરાન ખાને કાશ્મીર મુદ્દે ન્યૂક્લિયર હુમલાની પણ ધમકી આપી દીધી છે. કાશ્મીર મુદ્દે અમે કોઈ પણ હદે જવા તૈયાર છીએ. કામ કે, હવે કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ થઈ ગયું છે.
ઈમરાને આગળ જણાવ્યું હતું કે, મારી સરકાર આવ્યા બાદ મેં વિચાર્યું હતું કે, રોજગારી વધારવામાં આવે. જળવાયું પરિવર્તન ભારત અને પાકિસ્તાન બંને દેશોને પ્રભાવિત કરે છે. એટલા માટે અમે તમામ પાડોશીઓ સાથે મળી તેનું સમાધાન કરીશું.
ઈમરાન ખાને આગળ વાત કરતા જણાવ્યું કે, મેં ભારતને કહ્યું હતું કે, કાશ્મીર મામલે અમે દરેક રીતે વાત કરવા તૈયાર છીએ. જ્યારે પણ કાશ્મીર મુદ્દે વાત કરવા ઈચ્છતા ત્યારે તેઓ આતંકવાદને વચ્ચે લાવી રહ્યા હતા.
ઈમરાન ખાને એવું પણ જણાવ્યું હતું કે, કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં અમે સફળ થયા છીએ. અમે વિશ્વના તમામ મુખ્ય દેશો સાથે આ અંગે વાતચીત કરી છે. યુનાઈટેડ નેશનમાં પણ 1965 બાદ પહેલી વાર કાશ્મીર મુદ્દે ચર્ચા થઈ છે.
ઈમરાને આગળ કહ્યું હતું કે, FATF જેવી સંસ્થાઓ પાસે બ્લેકલિસ્ટ કરવાની કોશિશ કરી રહ્યા છે. 5 ઓગસ્ટના રોજ કાશ્મીર પર કરવામાં આવેલો નિર્ણય નહેરુ દ્વારા કાશ્મીરીઓ સાથે કરેલા વાયદાઓથી છટકી જવાનું કારણ સાબિત થયું છે. કાશ્મીર પર નરેન્દ્ર મોદીએ બહું મોટી ભૂલ કરી છે. આ કાશ્મીરીઓ માટે આઝાદીનો પાછી મેળવવાનો ઐતિહાસિક સમય છે.