ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જીએસટી વળતર: કાયદો અને તેની જોગવાઈઓ

છેલ્લો મહિનો અને પછીનો મહિનો અર્થતંત્ર માટે, ખાસ કરીને વેરા અને ઉધાર લેવાની બાબતમાં ખળભળાટ મચાવનારા બની રહેશે તેવા એંધાણ છે. કેન્દ્ર સરકારે સંસદ પાસે વધારાના ઉધાર પેટે રૂપિાય 1.6 લાખ કરોડની મંજૂરી માગી છે અને 13 રાજ્યોએ જીએસટી વળતર સંબંધિત મુદ્દાઓ અને વિવાદોના સંદર્ભમાં ખાસ ઉધાર માટે તેમની અનુમતિ આપી દીધી છે.

જીએસટી
જીએસટી

By

Published : Sep 22, 2020, 12:38 PM IST

ન્યૂઝ ડેસ્ક:છેલ્લો મહિનો અને પછીનો મહિનો અર્થતંત્ર માટે, ખાસ કરીને વેરા અને ઉધાર લેવાની બાબતમાં ખળભળાટ મચાવનારા બની રહેશે તેવા એંધાણ છે. કેન્દ્ર સરકારે સંસદ પાસે વધારાના ઉધાર પેટે રૂપિાય 1.6 લાખ કરોડની મંજૂરી માગી છે અને 13 રાજ્યોએ જીએસટી વળતર સંબંધિત મુદ્દાઓ અને વિવાદોના સંદર્ભમાં ખાસ ઉધાર માટે તેમની અનુમતિ આપી દીધી છે. આ કરારના ક્ષેત્રમાં ભગવાન ("ભગવાનનો ધારો"), જે હંમેશાં જટિલ મુદ્દો રહ્યો છે, તેના પ્રવેશ દ્વારા આ બાબત વધુ વિષમ બની છે. જ્યારે તે બંધારણીય મુદ્દાઓ આસપાસ કેન્દ્રિત હોય છે ત્યારે તે વધુ જટિલ બની જાય છએ. જ્યારે તેમાં નાણાંકીય બાબતો, કેન્દ્ર - રાજ્ય સંબંધો અને સંઘવાદ જેવા મહત્વના વિષયભળે છે ત્યારે તેમાં બીજી વધુ સમસ્યાઓ થવાની સંભાવના છે. ટૂંકમાં, જીએસટી વળતર અને કેન્દ્ર સરકારની ભૂમિકાની આસપાસના તાજેતરના વિવાદને ટાળી શકાયો હોત અને જોઈએ. આ મુદ્દામાં જાહેર નીતિ માટેના મહત્ત્વના પાઠ પણ છે કારણ કે તે સૂચવે છે કે હવે ભારતના આર્થિક અને રાજકીય માળખામાં મહત્વપૂર્ણ પરિવર્તન હાથ ધરવાના હોય તો અગાઉ કરતાં વધુ સાવચેતી રાખવાની જરૂર છે અને અતિશયોક્તિ કે રાજકીય સૂત્રોચ્ચારમાં પડવાની જરૂર નથી. રાજકારણ અને નારાઓ કદી તર્કની આસપાસ થયેલા ઊંડાઈપૂર્વકના વિશદ વિશ્લેષણ, વિવેકપૂર્ણ વિચારસરણીનું સ્થાન લઈ ન શકે, ખાસ કરીને ભારત જેવા જટિલ અને વૈવિધ્યસભર દેશમાં.

જીએસટી વળતર: કાયદો અને તેની જોગવાઈઓ


પ્રથમ દિવસથી જ જીએસટીની ભારતમાં જટિલ અને ખરાબ પ્રણાલિ બની જ હતી. પ્રથમ તો, કેન્દ્ર અને રાજ્યોએ વિવિધ દૃશ્યોને ધ્યાનમાં રાખીને સમજદાર અને ઉપયોગી વિશ્લેષણ હાથ ધર્યાં ન હતાં - જ્યારે કૉવિડ જેવી કોઈ અણધારી ઘટના વૈશ્વિક અર્થવ્યવસ્થાને પછાડે ત્યારે શું થશે તે પરિસ્થિતિ તો પછીની વાત છે. તેઓ મહાન સુધારકો છે તે સાબિત કરવા માટે રાજકીય નેતૃત્વના ધસારોનો અર્થ એ હતો કે સૌથી મહત્ત્વપૂર્ણ સમસ્યાઓ કાં તો અવગણવામાં આવી હતી અથવા તેમને મુલતવી રાખવામાં આવી હતી. રાજ્યો તેમના ધસારામાં, મોટાભાગે બિન-આર્થિક કારણોસર પણ પોતાને 'સુધારકો' તરીકે દર્શાવાવા ઉત્સુક હતા અને તેથી જીએસટી સ્વીકારી લીધું અને કેન્દ્રએ ઉતાવળમાં વચન આપ્યું હતું કે 31 માર્ચ 2016 ના રોજ પૂરા થતા આધારભૂત વર્ષથી પાંચ વર્ષ માટે રાજ્યોને વળતર આપવામાં આવશે અનેઆ રીતે માલ અને સેવા વેરો (સ્ટેટ્સને વળતર) અધિનિયમ, 2017 પસાર કરી દીધો. વધુ પડતા ઉત્સાહથી એવું ધારી લેવામાં આવ્યું હતું કે પાંચ વર્ષના પરિવર્તનના સમયગાળા દરમિયાન રાજ્ય માટે ઉપાર્જિત કરની આવકનો અંદાજીત નજીવો વૃદ્ધિ દર વાર્ષિક ૧૪% રહેશે (કલમ 3). તે કરતાં ઓછી આવક થશે તો તે કેન્દ્ર દ્વારા પાંચ વર્ષ માટે (૨૦૨૨ માં સમાપ્ત થનાર) વહન કરવામાં આવશે - આ પરિવર્તન દરમિયાન જે બધો ઘટાડો છે તે નવા પરોક્ષ કર દ્વારા ઊભી કરવામાં આવશે જે સમાપ્ત ન થનાર જીએસટી વળતર ભંડોળમાં જમા કરવામાં આવશે (કલમ 10). આ વિશ્લેષણ અને દાવો કે રાજ્યોની આવક દર વર્ષે 14 ટકા વધશે, તે આર્થિક વિકાસની ખામીયુક્ત સમજણ અને ભારપૂર્વકની માન્યતા પર આધારિત હતી કે કોઈ પણ બાબત ભારતની વૃદ્ધિને રોકી શકશે નહીં. આ માન્યતા એવી છે કે ઝાડ આકાશમાં ઉગે છે. જીએસટીમાં જટિલતા અને તેના સમસ્યારૂપ અમલીકરણનો અર્થ એ છે કે કોવિડ પહેલાં જ અર્થતંત્ર ધીમું થવાનું શરૂ થયું હતું.

ઘટાડો પોતે જ મોટો છે-અંદાજે રૂપિયા 3 લાખ કરોડનો જ્યારે વળતર ભંડોળ આશરે રૂપિયા 65 હજાર કરોડ એકત્ર થવાની ધારણા છે એટલે કે રૂપિયા 2.35 લાખ કરોડની ઘટ પડશે. ટૂંકમાં, તેનો અર્થ એ છે કે કેન્દ્ર પાસે આવક ગમે તેટલી થાય, તે બંધારણીય રીતે રાજ્યોને ભંડોળ ચૂકવવા બાધ્ય છે, કેમ કે મોટાભાગનાં રાજ્યોમાં, આ ઓછી આવક મોટા ભાગે કોરોનાથી થયેલા નુકસાનને કારણે છે. હકીકતમાં અધિનિયમ ખૂબ સ્પષ્ટ અને ઉદાહરણો સાથે વળતર અને અન્ય વિગતોની કલમ ૬ અને કલમ 7 માં સમજાવે છે કે પરિવર્તનના સમયગાળા દરમિયાન (એટલે કે પાંચ વર્ષ) દર બે મહિને વળતર ચૂકવવામાં આવશે. આ અધિનિયમ રાજ્યોને કોઈ પણ ઘટ માટે કેન્દ્રએ વળતર ન આપવું હોય તેવું કંઈ કહેતો નથી. મહત્ત્વની વાત એ છે કે અધિનિયમની કલમ 12 જણાવે છે કે, જીએસટી પરિષદની ભલામણોના આધારે કેન્દ્ર આધારભૂત વર્ષમાં સમાવિષ્ટ શરતો સંબંધિત નિયમો બનાવી શકે છે, આવક જમા ન કરવામાં આવે, વળતરની રીત, સેસ લાદવો અને તેની વસૂલી કરવી, સેસ ચૂકવણીની ઢબ અને ચૂકવણીના પ્રકાર વગેરેને આધીન આ શરતો છે. તેથી, જ્યાં સુધી જીએસટી રાજ્યોને વળતર અધિનિયમમાં કોઈ સુધારો ન થાય ત્યાં સુધી, કેન્દ્ર તેની પ્રતિબદ્ધતા પર પીછેહટ કરી શકશે નહીં.

તે એક સ્વીકૃત સિધ્ધાંત છે કે કોઈ પણ બંધારણીય જોગવાઈ અથવા તો કાયદાનું તે કાયદામાં આપવામાં આવેલ શરતોને આધારે સંપૂર્ણ પાલન કરવું પડે છે. આ સ્થિતિમાં 'ભગવાનનું કૃત્ય' ચલાવવાની કોઈ જોગવાઈ નથી, પછી ભલે પદારૂઢ લોકો ભગવાન દખલ કરે તેવું ઇચ્છે - તે કાયદાના શાસનનો સાર છે. કોઈ પણ અપવાદ પૂરા પાડવામાં આવ્યા ન હોવાનો અર્થ એ કે કેન્દ્ર સરકારે રાજ્યોને નાણાં ચૂકવવાં પડશે - સિવાય કે રાજ્યો કોઈ અન્ય સમાધાન સ્વીકારે. ભારત સરકારની બે દરખાસ્તમાંથી એક સ્વીકારવા રાજ્યોને દબાણ કરી શકાય નહીં. મહત્ત્વનું છે કે, "ભગવાનનું કૃત્ય" એ ભારતીય કરાર અધિનિયમ, 1872ની એક જોગવાઈ છે અને જીએસટી વળતર મુદ્દામાં તેને લાવી ન શકાય. તે એક સ્વીકૃત કાનૂની સિદ્ધાંત છે કે સામાન્ય કાયદા (આ કિસ્સામાં ભારતીય કરાર અધિનિયમ,1872)એ યુગો જૂના કાનૂની સિદ્ધાંત : જનરલિબસ સ્પેશિયલિયા ડેરોગન્ટ (અર્થાત્ સામાન્ય અને વિશેષ નિયમો એક કાનૂની મુદ્દાને લાગુ પડી શકે) હેઠળ વિશેષ કાયદા (જીએસટી રાજ્યોને વળતર અધિનિયમ)ને માર્ગ આપવો પડશે.

આમ, આ ક્ષણે જેની જરૂરિયાત છે તે એ છે કે કેન્દ્ર સરકારે નુકસાનને સહન કરીને પણ કાયદાના શાસન અને બંધારણીય જોગવાઈઓ માટેની તેની પ્રતિબદ્ધતાને વળગી રહેવું જોઈએ, જે પ્રથમ સ્થાને અર્થતંત્રની ભાવિ સંભાવનાના પોતાના ખોટા વિશ્લેષણને કારણે હતી. બીજું, એ મહત્વનું છે કે કેન્દ્ર સરકાર એવી છાપ ઊભી કરીને જોવામાં ન આવે કે તે તેની બંધારણીય ફરજો અને અન્ય પ્રતિબદ્ધતાઓ પરથી પીછે હટ કરશે જ. જે કંઈ થાય તે પણ તેનાથી વિદેશી રોકાણકારોને એક મજબૂત સંદેશ જશે કે કેન્દ્ર સરકાર બંધારણીય જોગવાઈઓ માટે પ્રતિબદ્ધ છે. ત્રીજું, કેંદ્ર સરકાર દ્વારા તેની બંધારણીય અને કાનૂની જવાબદારીઓથી પીછેહટ કરવાના કોઈ પણ પ્રયાસનો અર્થ એ છે કે તેનાથી ફક્ત કેન્દ્ર અને રાજ્યોમાં અવિશ્વાસ ઊભો થવો શરૂ થશે - જે આપણી સંઘીય પ્રણાલી માટે આપત્તિજનક બનશે. ભારત ત્યારે જ સારું પ્રદર્શન કરી શકે છે જ્યારે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને તેના નાગરિકો સહિતના તમામ હિતધારકો એકતા સાથે કાર્ય કરે. ઉપરથી કોઈ સમાધાન લાદવું એ ચોક્કસપણે આપણી સંઘીય પ્રણાલિને મજબૂત બનાવવાનો માર્ગ નથી. છેલ્લે, રાજ્યોને ઉછીના લેવા દબાણ કરવું તેનાથી માત્ર નાગરિકો માટે જ વધુ નાણાકીય સમસ્યાઓ ઊભી કરશે, પછી ભલે સરકારો ઉધાર લેવાને આતુર હોય, કારણ કે તે વધારાના ઉધાર પર થોડા મહિના જીવી શકશે. રાજ્યો દ્વારા વધુ ઉધાર લેવાનું ચોખ્ખું પરિણામનો અર્થ નજીકના ભવિષ્યમાં વધુ કર થશે.

- ડૉ. એસ. અનંત

ABOUT THE AUTHOR

...view details