ગુજરાત

gujarat

આજથી આ નિયમ બદલાશે, જાણો શું થશે અસર

By

Published : Aug 1, 2020, 8:54 AM IST

આજથી શરૂ થતાં ઓગસ્ટ મહિનામાં 9 બદલાવ થવા જઇ રહ્યા છે. જે દરેકના જીવનને અસર કરશે. જ્યારે કેટલાંક નિયમોથી રાહત મળશે. તેમજ કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં નહીં આવે તો નુકસાન સહન કરવું પડી શકે છે. ચાલો જાણીએ આ નવા નિયમો વિશે...

implemented
આજે 1 ઓગસ્ટથી નવા નિયમો લાગુ

લખનઉ : મહિનાની એક તારીખે ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થાય છે. ત્યારે કેટલીક બેન્કોએ મિનિમમ બેલેન્સ ન રાખવા માટે ચાર્જ વસૂલવાનો નિર્ણય કર્યો છે. તેમજ અનલોક 3 ની નવી માર્ગદર્શિકા પણ આજથી લાગુ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત બચત ખાતા પર વ્યાજ દર, ઇપીએફ માટે યોગદાન સુકન્યા સમૃદ્ધિ યોજના, ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહન ખરીદવા અને ઇ-કોમર્સ કંપનીઓ સહિતના નિયમો પણ સામેલ છે.

ઇપીએફમાં થશે બદલાવ

કોરાના સંકટને લઇને શ્રમ અને રોજગાર મંત્રાલયે કર્મચારી ભવિષ્ય નિધિ ફાળો 3 મહિના માટે ઘટાડવાનો નિર્ણય લીધો હતો. જે 31 જુલાઈના રોજ પૂર્ણ થયો છે. 1 ઓગસ્ટથી કર્મચારી અને એમ્પ્લોયર માટે ફરીથી 12 થી 12 ટકા ફાળો લાગુ થશે.

બેન્કમાંમિનિમમ બેલેન્સ રાખવું જરૂરી

કેટલીક બેન્કોએ આ મહિનાથી બચત ખાતામાં મિનિમમ બેલેન્સ નહીં રાખવા બદલ દંડ વસૂલવાનો નિર્ણય લીધો છે. જેમાં એક્સિસ બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, કોટક મહિન્દ્રા બેંક અને આરબીએલ બેન્ક સામેલ છે. ઓછું બેલેન્સ હશે તો તેવા કિસ્સામાં આ બેન્કો ખાતાધારકો પાસેથી 75 રૂપિયા ચાર્જ લેશે.

એલપીજી ગેસ સિલિન્ડરના બદલશે ભાવ

મહિનાની તારીખે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ પણ બદલાય છે. કંપનીઓ છેલ્લા 2 મહિનાથી તેમના ભાવમાં વધારો કરી રહી છે. દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરના ભાવની સમીક્ષા કરવામાં આવે છે.

આજથી લાગુ થશે અનલોક-3

દેશમાં કોરોના વાઇરસમાં સતત વધારો થઇ રહ્યો છે. આ વચ્ચે કેન્દ્ર સરકારે તબક્કાવાર ગતિવિધિઓ શરૂ કરી રહી છે. અનલોક - 3 નો તબક્કો આજે 1 ઓગસ્ટથી શરૂ થવા જઈ રહ્યો છે. આ માટે ગૃહ મંત્રાલયે માર્ગદર્શિકા પણ જાહેર કરી છે. જાહેર થયેલી નવી માર્ગદર્શિકા અંતર્ગત જિલ્લાઓમાં લોકડાઉન ખોલવામાં આવશે.

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં નહી મળે રાહત

કોરોના સંકટ સમયે સરકારે જાહેરાત કરી હતી કે, 25 માર્ચથી 30 જૂન, 2020 દરમિયાન જે છોકરીઓ 10 વર્ષની થઈ ગયેલી છે. તેમને સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ખાતું 31 જુલાઈ સુધી ખોલી શકાશે. 1 ઓગસ્ટથી તેનો લાભ મળશે નહીં.

કોમર્સ કંપનીઓને લઇને નવો નિયમ

કેન્દ્રની મોદી સરકારે ઇ-કોમર્સ કંપનીઓને લગતા નવા નિયમ માટે જાહેરનામું બહાર પાડ્યું હતું. ઇ-કોમર્સ કંપનીઓ પર મળેલી પ્રોડક્ટ પર લખવાનું જરૂરી બન્યું છે કે, આ સામાન કયાં બનાવવામાં આવ્યો છે. જો કોઈ કંપની આ નિયમનું પાલન નહીં કરે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

વાહનો ખરીદવા હવે સસ્તા થશે

નવા ટુ-વ્હીલર અને ફોર વ્હીલર વાહનો ખરીદવા હવે સસ્તા થશે. ભારતીય વીમા નિયામક અને વિકાસ પ્રાધિકરણ 1 ઓગસ્ટથી મોટર થર્ડ પાર્ટી અને ઓન ડેમેજ ઇન્સ્યુરન્સમાં ફેરફાર કરવા જઈ રહી છે. આપને જણાવી દઇએ કે, ટુ વ્હીલર વાહન ખરીદવા પર 5 વર્ષનો થર્ડ પાર્ટી વીમો લેવો ફરજિયાત રહેશે નહી.

ABOUT THE AUTHOR

...view details