છત્તીસગઢઃ કોરોના રોગચાળાને કારણે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેના કારણે લોકોના ધંધાને પણ અસર થઈ છે. જ્યારે ગણેશ મૂર્તિઓના ધંધા ઉપર પણ અસર પડી છે. શિલ્પકારો એપ્રિલ મહિનાથી જ ગણેશ ચતુર્થી માટે મૂર્તિઓનો ઓર્ડર પ્રાપ્ત કરવાનું શરૂ કરતા હતા. પરંતુ આ વર્ષે હજુ સુધી એક પણ ઓર્ડર તેમની પાસે આવ્યો નથી. આવી સ્થિતિમાં, કોરોના સંકટને લીધે મૂર્તિકારોના કામને ગંભીર અસર પડી છે.
એક મહિના પછી ગણેશ ઉત્સવ શરૂ થશે. જેના માટે શિલ્પકારોએ મૂર્તિઓને આકાર આપવાનું શરૂ કર્યું છે, પરંતુ મૂર્તિકારોની આજીવિકા પર કોરોનાને કારણે ગંભીર રીતે આર્થિક ફટકો પડી શકે છે. ધમતરી જિલ્લામાં 3000થી વધુ શિલ્પકારો છે, જેમાં ગણેશની મૂર્તિઓ બનાવવાળા શિલ્પકારોની સંખ્યા વધુ છે. પરંતુ કોરોનાને કારણે ધાર્મિક વિધિઓ પર પ્રતિબંધ છે. શિલ્પકારો ફક્ત ઘરે બેસાડવા માટે નાની ગણેશની મૂર્તિઓ બનાવી રહ્યાં છે. આ સિવાય બંગાળથી પણ શિલ્પકારો અહીં આવતા અને મૂર્તિઓ બનાવતા હતા. પરંતુ આ વખતે કોરોના સંકટને લીધે તેઓ આવ્યા નથી.