ઈગ્રૂમાં આયોજિત જ્ઞાનોત્સવ 2076 સમારોહમાં પ્રધાને જણાવ્યું હતું કે, "અમે સંસ્કૃતની સક્ષમતાને સિદ્ધ કરી શક્યાં નથી. એટલે અમારી પર પ્રશ્નો ઉઠી રહ્યાં છે. મેં IIT અને NITના કુલપતિઓ અને કુલાધિપતિને આગ્રહ કરું છું કે તેઓ આ સાબિત કરીને બતાવે".
સરકારનો IITને આદેશ, સંસ્કૃત ભાષાને વૈજ્ઞાનિક ભાષા તરીકે સાબિત કરો - રમેશ પોખરિયા નિશંક
નવી દિલ્હીઃ દેશના પ્રમુખ સંસ્થાન IIT અને NIT સામે સંસ્કૃત ભાષાને સાબિત કરવાનો પડકાર ફેંકાયો છે. કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ પ્રધાન રમેશ પોખરિયા નિશંક દ્વારા શનિવારના રોજ IIT અને NITના નિર્દેશકો અને ચેરમેનને આ ટાસ્ક અપાયો હતો.
સંસ્કૃત ભાષાને વૈજ્ઞાનિક ભાષા તરીકે સાબિત કરશે IIT
તેમણે આગળ વાત કરતાં કહ્યું હતું કે,"નાસાએ પણ આ વાતનો સ્વીકાર કર્યો છે કે, સંસ્કૃત વૈજ્ઞાનિક ભાષા છે. જેમાં શબ્દ બોલાય છે એ જ રીતે લખાય છે."
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ રમેશ પોખરિયા નિશંકે દાવો કર્યો હતો કે,ન્યૂટનથી હજારો વર્ષ પહેલાં ગુરુત્વાકર્ષણની શોધ થઈ હતી. તેમજ ઋષિ પ્રણવે સૌથી પહેલાં એટમ અને મૉલીક્યૂલનો અવિષ્કાર કર્યો હતો.