ગુજરાત

gujarat

ETV Bharat / bharat

AMAZONના સ્થાપક સાથે છૂટાછેડા લીધા પછી આ મહિલા બની દુનિયાની ચોથી સૌથી ધનવાન - jef bezos

નવી દિલ્હી: એમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસના પત્ની મૈકેંજી દુનિયાની ચોથી સૌથી ધનવાન મહિના બની ગઈ છે. જેફ બઝોસ અને મૈકેંજીની વચ્ચે છૂટાછેડાની પ્રક્રિયા પુરી થઈ ગઈ છે. જે બાદ મૈકેંજીના હિસ્સામાં એમેઝોનના શેરનો 4 ટકા હિસ્સો આવ્યો છે. આ શેરની કિંમત 36.5 અબજ ડૉલર(અંદાજે રૂપિયા 2.52 લાખ કરોડ) થઈ ગઈ છે.

ફાઈલ ફોટો

By

Published : Apr 5, 2019, 7:34 PM IST

તેની સાથે મૈકેંજી દુનિયાની ટોપ 4 ધનવાન મહિલાઓમાં સામેલ થઈ ગઈ છે. દુનિયાના સૌથી ધનવાન ત્રણ મહિલાઓની વાત કરીએ તો, લોરિયર ગ્રુપના ફ્રેંકોઈસ મીયર્સ 53.7 અબજ ડૉલર સાથે પ્રથમ નંબરે છે. તેમજ વૉલમાર્ટના એલાઈસ વૉલ્ટનની પાસે 44.2 અબજ ડૉલર અને જૈકલીન માર્સ(માર્સ-યુએસ)ની સંપત્તિ 37.1 અબજ ડૉલર છે.

ફાઈલ ફોટો

જ્યારે મૈકેંજી પાસે 4 ટકા શેર આવ્યા બાદ જેફ બેઝોસની પાસે એમેઝોનના 12 ટકા શેર રહી ગયા છે. તેમ છતાં પણ જૈફ બેઝોસ 114 અબજ ડૉલર(7.87 લાખ કરોડ રૂપિયા)ની નેટવર્થ સાથે દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ બની રહ્યા છે. આ છૂટાછેડાની પ્રક્રિયામાં જૈફ બેઝોસની પત્ની મૈકેંજીને વોટિંગ રાઈટ્સ મળી ગયા છે. એનો અર્થ એવો થાય કે કંપનીના કોઈપણ નિર્ણયોમાં પત્ની મૈકેંજીની દખલ નહી રહે.

તે ઉપરાંત મૈકેંજીએ જેફ બેઝોસના અખબાર વૉશિગ્ટન પોસ્ટ અને સ્પેસ બ્લૂ ઓરિજિનમાં તેમણે કોઈ હિસ્સેદારી માંગી નથી. અત્રે નોંધનીય છે કે, જેફ બેઝોસ અને મૈકેંજીની એમેઝોનમાં સંયુક્ત હિસ્સેદારી 16 ટકા હતી. તે ઉપરાંત અન્ય અલગ અલગ જગ્યાએ જેફ બેઝોસનું રોકાણ હતું.

મહત્વની વાત એ છે કે, જેફ બેઝોસની પત્ની મૈકેંજીની પાસે છૂટાછેડા પછી દુનિયાની સૌથી ધનવાન મહિલા બનવાની તક છે. વૉશિગ્ટનના કાયદા મુજબ લગ્ન બાદ ભેગી કરેલી સંપત્તિને છૂટાછેડાના સમયે તે સંપત્તિને સરખે હિસ્સે વહેંચી દેવાય છે. જો આમ થાત તો મૈકેંજી દુનિયાના સૌથી ધનવાન મહિલા બની જાત. પણ તેમણે આમ ન કર્યું અને જો આમ થયું હોત તો જેફ બેઝોસ દુનિયાના ધનવાનોની યાદીમાં પહેલા નંબરથી પછાડીને ચોથા નંબરે આવી જાત.

ABOUT THE AUTHOR

...view details