ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અમદાવાદની IIM ટીમ કુલ્લુની સૈંજ ઘાટી પર સંશોધન કરવા પહોંચી

કુલ્લુઃ જિલ્લામાં ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ દ્વારા કુલ્લુની સૈંજ ઘાટી પર સંશોધન કરવામાં આવી રહ્યું છે. જેમાં હિમાચલની સભ્યતા, શિક્ષા પ્રણાલી અને દુર્ગમ ક્ષેત્રોની સમસ્યાઓને લઈ ઉત્તમ વિચાર રજૂ કરનારા બાળકને IIM અમદાવાદ દ્વારા સન્માનિત કરવામાં આવશે.

ETV BHARAT

By

Published : Sep 8, 2019, 9:12 PM IST

IIM અમદાવાદના 30 વિદ્યાર્થીઓની ટીમે હિમાચલની સભ્યતા, શિક્ષા પ્રણાલી અને છેવાડાના વિસ્તારોની સમસ્યાને લઈ સંશોધન કરી રહી છે.

દેશના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા અને બાળકોના કૌશલ્યોને પ્રોત્સાહન આપવા માટે IIM અમદાવાદ દ્વારા 32 સભ્યોની ટીમ બનાવવામાં આવી છે. જે સૈંજ ઘાટી પર જીવનમાં કંઈક કરવાની ધગશ અને ઉત્સાહ ધરાવનાર બાળકને શોધે છે. ત્યારબાદ બાળકોને પોતાના વિચારો રજૂ કરવાનું જણાવી તેમની વીડિયોગ્રાફી કરે છે સાથે જરૂરી માર્ગદર્શન પણ આપે છે.

આ શોધ માટે IIM અમદાવાદના 30 વિદ્યાર્થીઓની સાથે બે પ્રોફેસર પણ ગયા છે. જે હિમાચલના પહાડ, બાળકોના ભણતર અને ગામડાઓની સમસ્યાઓને લઈ ખાસ સંશોધન કરી રહ્યાં છે. શોધ દરમિયાન જે બાળક પોતાના અભ્યાસની સાથે-સાથે પોતાના ગામની સમસ્યાના નિવારણ માટે સૌથી સારા સૂચન કરશે, તેને રાષ્ટ્ર્પતિના હસ્તે સન્માનિત કરાવવામાં આવશે.

IIM અમદાવાદના પ્રો. અનિલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, "અમારા 30 વિદ્યાર્થીઓ કુલ્લુના છેવાડાના વિસ્તારોમાં ફરી રહ્યાં છે. જ્યાં પ્રાથમિક સુવિધાઓ અભાવ છે. આવા વિસ્તારોમાં ફરીને ત્યાંના સ્થાનિક લોકો સાથે મળીને વિદ્યાર્થીઓ તેમને પર્યાવરણ જાળવણીની શીખ આપે છે."

ABOUT THE AUTHOR

...view details