ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અંબાલામાં IAFનું જગુઆર વિમાન પક્ષી સાથે ટકરાતા તત્કાલ લેન્ડ કરાયું

અંબાલાઃ હરિયાણામાં ગુરૂવારે સવારે વાયુસેનાના જગુઆર વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવાયું હતુ. આ લડાયક વિમાને અંબાલા એરપોર્ટ સ્ટેશનથી ઉડાન ભરી હતી.

By

Published : Jun 27, 2019, 11:50 AM IST

hd

જગુઆર લડાયક વિમાન એક પક્ષી સાથે અથડાયું હતુ. જે બાદ તેનું એક એંન્જિન ફેલ થઈ ગયું હતુ.

પાયલટે તત્પરતા દર્શાવી વિમાનનું ઈંધણ ટાંકી તોડી નાખી સુરક્ષિત રીતે વિમાનનું લેન્ડિંગ કરાવ્યું હતુ.

IAFનું જગુઆર પક્ષી સાથે ટકરાયું

આ દરમિયાન વિમાનનો કેટલોક ભાગ રહેણાંક વિસ્તારમાં પડ્યો હતો. પરંતુ, આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

IAFનું જગુઆર પક્ષી સાથે ટકરાયું

ભારતે 80ના દશકમાં બે સ્કાવડ્રન જગુઆર બ્રિટન પાસે ખરીદ્યા હતા. જ્યારે, ડબલ એન્જિંન ધરાવતા આ લડાયક જગુઆર વિમાન કેટલાય સમય પહેલા જ અપગ્રેડ કરવામાં આવ્યા છે. આ એયરક્રાફ્ટ દુશ્મની વિસ્તારમાં ઘુસીને અંદર જઈને મારવા માટે સક્ષમ છે.

ટ્વીટ. સૌજન્ય-ANI

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details