નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના ટિપ્પણી પર પ્રહાર કર્યો છે કે, અલ્પસંખ્યક સમુદાયના કોઇપણ વ્યક્તિ સંશોધિત નાગરિકતા કાયદાના કારણે પ્રભાવિત નહી થાય અને પુછ્યું કે, એવું જ હોય તો મુસ્લિમોને આ કાયદાથી કેમ દૂર રખાયા છે?
જો CAAના લીધે અલ્પસંખ્યક પ્રભાવિત નહીં થાય, તો મુસ્લિમો બહાર કેમ?: ચિદમ્બરમ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની વાત પર ટિપ્પણી કરી હતી અને કહ્યું કે, અલ્પસંખ્યક સમુદાયના કોઇપણ વ્યક્તિને નાગરિકતા સંશોધિત કાનૂનની અસર નહીં થાય તો મુસ્લિમોને આ કાયદામાંથી બહાર કેમ રખાયા છે?
કોલકાતામાં એક રેલીને સંબોધન કરતા શાહે કહ્યું હતું કે, અલ્પસંખ્યક સમુદાયના લોકોને આશ્વાસન આપ્યું કે, સંશોધિત નાગરિકતા કાયદાના કારણે કોઇપણ વ્યક્તિની નાગરિકતા નહીં જાય. આ મુદ્દે પૂર્વ નાણાં પ્રધાને ટ્વિટર પર એક પોસ્ટ કરી હતી અને તેમાં તેમણે કહ્યું હતું કે, ગૃહ પ્રધાનનું કહેવું છે કે CAAના કારણે કોઇ પણ અલ્પસંખ્યક પ્રભાવિત નહીં થાય, જો એવું હોય તો તેમને દેશને જણાવવું જોઇએ કે, CAAના કારણે કોણ પ્રભાવિત થશે અને CAAના કારણે કોઇ પ્રભાવિત ન થાય તો, સરકારએ કાયદો કેમ બનાવ્યો?
તેમણે પુછ્યું કે, જો CAAનો ઉદ્દેશ્ય દરેક અલ્પસંખ્યકોને લાભ પહોંચાડવાનો છે, તો મુસ્લિમોને આ કાયદામાં અલ્યસંખ્યકોની લિસ્ટમાંથી કેમ બહાર રાખવામાં આવ્યાં છે?