ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પાકિસ્તાનના ક્વેટામાં બોમ્બ બ્લાસ્ટ, 16 લોકોના મોત

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના ક્વેટા શહેરમાં શુક્રવારે હજારા સમુદાયના લોકોને નિશાનો બનાવીને કરવામાં આવેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 16 લોકોના મૃત્યુ થયા છે અને અત્યાર સુધીમાં 24થી વધારે લોકો ઘાયલ છે.

ફાઈલ ફોટો

By

Published : Apr 12, 2019, 3:55 PM IST

પોલીસ ઉપ મહાનિરીક્ષક (DIG) અબ્દુલ રઝ્ઝાક ચીમાએ મૃત્યુ પામેલા લોકોની સંખ્યાની પુષ્ટિ કરી એક ખાનગી સમાચાર એજનસીને જણાવ્યું કે, મૃત્યુ પામેલા લોકોમાંથી 8 લોકો હજારા સમુદાયના છે. જેને સાંપ્રદાયિક હિંસાનો નિશાનો બનાવવામાં આવ્યા છે. કારણ કે, પોતાની વિશિષ્ઠ શારીરિક બનાવટના કારણે તેઓ આરામથી ઓળખાઈ જાય છે.

DIG ચીમાએ કહ્યું કે, હુમલો એક દુકાનમાં થયો છે. બટેટાથી ભરેલા એક કોથળામાં ઈમ્પ્રોવાઈઝ્ડ એક્સપ્લોસિવ ડિવાઈસ (IED) લાગેલું હતો. આ બોમ્બમાં ટાઈમ સેટ કરવામાં આવ્યો હતો અથવા રિમોટ નિયંત્રિત હતો. હાલ વધુ તપાસ કરવામાં આવી રહી છે.

મૃત્યુ પામેલામાં ફ્રન્ટિયર કૉર્પ્સ (FC)નો એક જવાન પણ સામેલ છે. આ હુમલાની હજુ સુધી કોઈ આતંકી ગૃપે જવાબદારી લીધી નથી.

છેલ્લા 4 દશક દરમિયાન હિંસાથી બચવા માટે અફ્ઘાનિસ્તાનથી ભાગીને આવેલા લગભગ 5 લાખ હજારા સમુદાયના લોકો ક્વેટામાં સ્થાયી થયા છે. શહેરનો હજારગંજી વિસ્તાર ભૂતકાળમાં આવા હુમલાનો સાક્ષી બન્યો છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details