ભારતીય સેના તરફથી કરાયેલા ટ્વીટમાં કહ્યું હતું કે, પહેલી વાર ભારતીય સેનાએ માઉટાઈરીંગ એક્સપેડિશન ટીમને 9 એપ્રિલ 2019ના રોજ મકાલૂ બેસ કેંપની નજીક 32x15 ઈંચ વાળા હિમમાનવ યેતીના રહસ્યમય પગ જોવા મળ્યું છે. આ મહાકાય હિમમાનવ અગાઉ પણ મકાલૂમાં બરુન નેશનલ પાર્કમાં જોવા મળ્યા હતાં.
દુનિયાનું રહસ્યમય પ્રાણી જોવા મળ્યું, સેનાએ હિમમાનવ હોવાનો દાવો કર્યો - photo
ન્યૂઝ ડેસ્ક: હિમમાનવનું નામ આપણે નાનપણથી સાંભળતા આવીએ છીએ. પણ ભારતીય સેનાએ પહેલી વાર એવો દાવો કર્યો છે કે, હિમમાનવ 'યેતી' જોવા મળ્યા છે. જેને લઈ સેનાએ અમુક તસ્વીરો પણ શેર કરી છે. આ તસ્વીરોમાં બરફ પર ચાલતા વિશાળ પંજાના નિશાન જોઈ શકાય છે. માનવામા આવી રહ્યું છે આ પગલા હિમમાનવના છે.
કેવા હોય છે આ રહસ્યમય યેતી
યેતીમાં દુનિયાના સૌથી રહસ્યમય પ્રાણીઓમાના એક છે. ઘણી વાર તેને જોવા મળ્યા હોવાનો દાવો કરાયો છે. લદ્દાખના અમુક બૌદ્ધ મઠોએ દાવો કર્યો હતો કે, તેમણે યેતી હિમમાનવ દેખાયા હતાં. શોધકર્તાનું માનીએ તો આ પોલર બિયર વાળી પ્રજાતિ છે જે 40 હજાર વર્ષ જૂની છે. અમુક શોધકર્તાઓનું કહેવું છે કે, આ રીંછની જ એક પ્રજાતિ છે.
કેવું દેખાય છે આ યેતી
યેતી દેખાવમાં એકદમ સામાન્ય માણસથી લાંબુ, રીંછ જેવું અને તેના શરીર પર વાળ હોય છે. એવું કહેવાય છે કે, તેના શરીરમાંથી એક અજીબ પ્રકારની ગંધ આવે છે. યેતી દેખાવાનો રિપોર્ટ 1925માં એક જર્મન ફોટોગ્રાફરે જાહેર કર્યો હતો.