વિશ્વકપ શરૂ થવાને હવે ફક્ત 100 દિવસ બાકી છે.
વિશ્વકપ પહેલા ભારત-પાકિસ્તાનના સંબંધો પર ICCની નજર : રિચર્ડસન
લંડન: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) અને વિશ્વ કપ-2019 આયોજન સમિતિને પણ હવે એક વાતનો વિશ્વાસ છે. જેમાં મૈનચેસ્ટરમાં 16 જૂનના યોજાનાર ભારત-પાકિસ્તાન મેચ પોતાના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર જ થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ICCનું આ નિવેદન તે અટકળોની વચ્ચે આવ્યું છે, જેમાં કહેવામાં આવે છે કે, પુલવામાં આતંકવાદી હુમલા પછી વિશ્વ કપ-2019માં ભારતે પાકિસ્તાન વિરૂદ્ધ આયોજીત મેચનો બહિષ્કાર કરવો જોઈએ.
ICCના મુખ્ય કાર્યકારી અધ્યક્ષ ડેવિડ રિચર્ડસને કહ્યું કે, બંને બોર્ડ તરફથી કોઈ સંકેત મળ્યા નથી. ICC ની વર્લ્ડ કપની કોઈ મેચો કાર્યક્રમ પ્રમાણે રહેશે નહીં. જમ્મુ કાશ્મીરના પુલવામાં બનેલી ઘટના સાથે જોડાયેલા લોકો પ્રત્યે મને સહાનૂભૂતિ છે અને અમે BCCI અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) સહિત પોતાના સભ્યોની સાથે પરિસ્થિતિ પર ધ્યાન રાખીશું.
ICCના CEOએ સાથે જ આ પણ કહ્યું કે, રમત અને ખાસ કરીને ક્રિકેટમાં લોકોને નજીક લાવવા અને સમુદાયોને જોડવાની ક્ષમતા છે. અમને આશા છે કે, ક્રિકેટનો ઉપયોગ આ રીતે કરવામાં આવશે. આને કારણે લોકોને અલગ કરવામાં આવે નહીં.