જમ્મુ કાશ્મીરમાં પ્રતિબંધોની વચ્ચે IAS અધિકારીએ રાજીનામું આપ્યું - મૂળભૂત અધિકાર
તિરુવનંતપુરમ: IASના એક 33 વર્ષીય અધિકારી કન્નન ગોપીનાથને જમ્મુ કાશ્મીરમાં લગાવેલ પ્રતિબંઘ અને મૌલિક અધિકારીના હનનના વિરોધમાં રાજીનામું આપ્યું છે. કેરળમાં 2018માં આવેલ પૂર દરમિયાન તેમના કામની વાહવાઈ થઈ હતી. ગોપીનાથ દાદરા અને નગર હવેલમાં સચિવ તરીકે ફરજ બજાવતા હતા. ખોટ કરતા વિદ્યુત બોર્ડને તેમણે નફો કરતું કર્યુ હતું. IAS અધિકારીએ 21 ઓગસ્ટે રાજીમનામું આપ્યું હતું.
રાજીનામું આપતા ગોપીનાથને કહ્યું કે, IAS જોડાયો કેમ કે, હું તે લોકોનો અવાજ બની શકું છું, જેમની અવાજ દબાવવામાં આવે છે, પરંતુ મે મારો અવાજ ખોઇ દીધો છે. IAS અધિકારી ગોપીનાથને 20 ઓગસ્ટે ટ્વીટ કરીને કહ્યું હતું કે, એક વાર વિચાચ્યું હતું કે, IAS હોવાનો મતલબ સાથી નાગરિકોના અધિકારો અને સ્વતંત્રતાનો વિસ્તાર કરવાનો છે. કલમ 370 હટાવવી એ ઇશ્યૂ નથી. પણ લોકોનાં અધિકારો છીનવી લેવા તે ઇશ્યૂ છે. તેમણે કહ્યું કે, કાશ્મીરમાં 20 દિવસથી લાખો લોકોના મૌલિક અઘિકારો પર પ્રતિબંઘ લગાવી દીધો છે અને ભારતમાં ઘણા લોકોને આ યોગ્ય લાગે છે. આ બધું ભારતમાં 2019માં થઈ રહ્યું છે. આ મુદ્દાઓ પરથી કંટાળીને IAS અધિકારીએ રાજીનામું આપી દીધું હતું.