નવી દિલ્હીઃ ભારતીય વાયુસેના દિવસના 88માં સ્થાપના દિવસ નિમિત્તે વાયુ સેનાના પ્રમુખ આર.કે.એસ. ભદોરિયાએ કાર્યક્રમા સંબધન કર્યું હતું. આ દરમિયાન કહ્યું હતું કે તાજેતરમાં કાફલામાં શામેલ રાફેલ, ચિનૂક અને અપાચે યુદ્ધ વિમાનોથી દુશ્મનો સામે લડવાની અમારી ક્ષમતામાં વધારો થયો છે.
એરફોર્સના પ્રમુખે લદ્દાખમાં ત્વરિત તૈનાતી પર એર યોદ્ધાની કરી પ્રશંસા - આર.કે.એસ. ભદોરિયા
ભારતીય વાયુસેનાના દિવસના 88માં સ્થાપના દિલસ નિમિત્તે વાયુસેનાના વડા આર.કે.એસ. ભદોરિયાએ કહ્યું કે આપણે યુદ્ધ માટે ડ્રોન જેવા ઓછા ખર્ચા વાળા વિકલ્પો પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. સાથે જ એર યોદ્ધાની પ્રશંસા કરી હતી.
RKS Bhadauria
તેમણે તાજેતરના તણાવ દરમિયાન ઉત્તરીય સરહદે ત્વરિત તૈનાત કરવા માટે હવાઈ લડવૈયાઓની પ્રશંસા પણ કરી હતી.
એરફોર્સ ડે પરેડમાં ભદોરિયાએ જણાવ્યું હતું કે ડ્રોન જેવા ઓછા ખર્ચના વિકલ્પો પર વધુ ધ્યાન આપવું જોઈએ. દરેક પ્રકારના યુદ્ધ ક્ષેત્રમાં લડવા માટે મજબૂત વાયુસેનાની ખૂબ જ જરૂર છે. આગામી વર્ષોમાં અંતરિક્ષ ક્ષેત્રનું મહત્વ વધી શકે છે.