નવી દિલ્હી: ચીનનું વુહાન શહેર જ્યાં કોરોના વાયરસનો સૌથી વધુ ઉપદ્રવ થયો છે, ત્યાં ફસાયેલા 112 લોકોને ભારતીય વાયુ સેના દ્વારા બચાવી લેવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, ઈન્ડિયન એરફોર્સના ગ્લોબમાસ્ટર વિમાન દ્વારા ભારત પહોંચનારા લોકોમાં 76 ભારતીય સહિત અન્ય દેશોના 36 નાગરિકોનો પણ સમાવેશ થાય છે.
વિદેશ પ્રધાન એસ. જયશંકરે ચીન મોકલવામાં આવેલી રાહત સામગ્રીને મુશ્કેલીના સમયમાં ચીનના લોકો સાથે ભારતની એકજૂટતાની પ્રબળ અભિવ્યક્તિ ગણાવી હતી. સી-17 ગ્લોબમાસ્ટર લશ્કરી વિમાન આશરે 15 ટન તબીબી સાધનોની સહાય લઈને ચીન પહોંચ્યું હતું. જેમાં માસ્ક, ગ્લવ્ઝ સહિત અન્ય તબીબી ઉપકરણો હતાં.