નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે હૈદરાબાદ એન્કાઉન્ટર કેસની તપાસ કરી રહેલા ન્યાયમૂર્તિ વી.એસ. સિરપુરકરની અધ્યક્ષતાવાળા પંચના કાર્યકાળમાં વધારો કર્યો છે. હૈદરાબાદમાં પશુચિકિત્સક સાથે ગેંગરેપ અને હત્યાના મામલે ચાર આરોપીઓનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. જેની તપાસ કરવામાં આવી રહી છે.
સુપ્રીમ કોર્ટે હૈદરાબાદ એન્કાઉન્ટર તપાસ પંચની મુદત છ મહિના સુધી વધારી - judge VS Sirpurkar
ડિસેમ્બર 2019માં હૈદરાબાદમાં દુષ્કર્મની ઘટના બાદ આરોપીઓનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. જે બાદ આ એન્કાઉન્ટર પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. જે બાદ પૂર્વ ન્યાયાધીશ વી.એસ.સિરપુરકર આયોગ દ્વારા આ કેસની તપાસ કરવામાં આવી રહી છે. જે માટે સુપ્રીમ કોર્ટે આયોગને તપાસ પૂર્ણ કરવા માટે વધુ છ મહિનાનો સમય આપ્યો છે.
શુક્રવારે ચીફ જસ્ટિસ એસ.એ. બોબડેની અધ્યક્ષતાવાળી બેંચે આયોગની અરજી પર સુનાવણી કરી હતી. જેમાં તપાસનો કાર્યકાળ વધારવાનો આદેશ પસાર કર્યો હતો. આ અરજીમાં આયોગે તેનો અંતિમ અહેવાલ રજૂ કરવા માટે છ મહિનાનો વધુ સમય માગ્યો હતો. સર્વોચ્ચ અદાલતે આયોગના કાર્યકાળમાં છ મહિનાનો વધારો કર્યો છે.
કોર્ટે ગયા વર્ષે 12 ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ વી.એસ. સિરપુરકરની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોના આયોગની રચના કરી હતી. આયોગ પોતાનો રિપોર્ટ છ મહિનાની અંદર કોર્ટમાં રજૂ કરશે.તપાસ પંચમાં બોમ્બે હાઈકોર્ટના પૂર્વ ન્યાયાધીશ રેખા સોંદૂર બાલ્દોતા અને CBIના ભૂતપૂર્વ ડિરેક્ટર ડી.આર.કાર્તિકેયન પણ સામેલ છે.