હૈદરાબાદ: હૈદરાબાદના વનસ્થલીપુરમમાં 8 કોલોનીને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાઈ છે. આ ક્ષેત્રમાં 9 લોકો કોરોના વાઈરસથી સંક્રમિત થયાં છે. જેથી 169 પરિવારને હોમ કોરેન્ટાઈન કરવામાં આવ્યાં છે.
હૈદરાબાદઃ વનસ્થલીપુરમમાં 9 પોઝિટિવ કેસ, 8 વિસ્તાર કન્ટેનમેન્ટ જાહેર - containment zones
હૈદરાબાદના વનસ્થલીપુરમ વિસ્તારમાં 9 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયાં છે. આ કેસ નોંધાયા બાદ 4 વિસ્તારની 8 કોલોનીને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી દેવામાં આવ્યાં છે.
આ કન્ટેનમેન્ટ ઝોમ Aમાં હુડા સાઈનગર અને કમલાનગર છે. જ્યારે ઝોન Bમાં ફેજ-1 કોલોની, સચિવાલય નગર, એસડીકેનગર અને સાહેબનગર છે. આ વિસ્તારમાં એક સપ્તાહ માટે દરેક પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. શનિવારે તેલંગણામાં કોરોનાના 17 નવા કેસ સામે આવ્યાં છે. જેમાંથી 15થી વધુ કેસ ગ્રેટર હૈદરાબાદ નગર નિગમના છે. જ્યાં બે કેસ રંગરેડ્ડીમાં સામે આવ્યાં છે.
તેલંગણામાં 1063 લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે. રાજ્યમાં કુલ 499 લોકોને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. જ્યારે 29 લોકોના મોત થયાં છે. જો કે, શનિવારના રોજ 35 લોકોને રજા આપવામાં આવી છે.