આ જાણકારી પત્નીએ મળતા પત્નીએ કોર્ટમાં અપીલ કરી કે, લગ્નને ગેરકાયદેસર ગણવામાં આવે. જે બાદ પતિએ પત્નીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પીડિતાનો આરોપ છે કે, પતિએ મારી અને મારી બહેન સાથે વિશ્વાસઘાત કર્યો છે.
નોઈડા: પતિએ ફોન પર પત્નીને તલાક આપી સાળી સાથે લગ્ન કર્યાં - ત્રિપલ તલાક
નવી દિલ્હી/ નોઈડા: દનકૌર કોતવાળી વિસ્તારમાં રહેનારી મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તેના પતિએ ફોન પર તેને ત્રણ તલાક આપી દિધા છે. મળતી વિગતો પ્રમાણે પતિએ પોતાની બે પુત્રી અને પુત્ર સહિત પત્નીની સાથે રહેવા માગતો હતો, પરંતુ સાળી જોડે પતિએ વિશ્વાસઘાતથી લગ્ન કરી લીધા હતા.
તલાક
એસ.પી દેહાત રણવિજય સિંહે કહ્યું કે, આ મહિલાએ પોતાના પતિ પર ત્રણ તલાક આપવા અને જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર મામલાને ફેમિલી સેલમાં મોકલવામાં આવશે. જે બાદ તપાસ કરવામાં આવશે. પોલીસ આ મામલાને ફેમિલી સેલમાં મોકલી દિધો છે.