તિરૂવનંતપુરમઃ કેરળમાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે, જેમાં એક મહિલાનું સર્પદંશની મોત થતાં તપાસમાં ખબર પડી કે, તેના પતિએ જ સાપ ખરીદીને તેની હત્યાને અંજામ આપ્યો હતો. આ મામલે પોલીસ દ્વારા કલાકોની પૂછતાછ દરમિયાન મૃતકના પતિએ પોતાનો ગુનો કબુલ્યો પણ હતો.
કેરળ પોલીસની ગુના શાખાના એરમની રહેવાસી ઉથરાની અપ્રાકૃતિક મોત બાદ પૂછતાછ માટે તેના પતિ સૂરજની ધરપકડ કરવામાં આવી હતી. સૂરજની સાથે ચાર અન્ય વ્યક્તિઓની પણ પોલીસે પૂછપરછ કરી હતી.
આ તપાસ અનુસાર સૂરજે સુરેશ નામના વ્યક્તિ પાસેથી એક સાપ 10 હજાર રુપિયામાં ખરીદ્યો હતો. કેરળ પોલીસે સાઇબર સેલની વિંગની મદદથી સાપ પકડનારા સુરેશ અને સૂરજની ફોન પર થયેલી વાતચીતના વિવરણની શોધખોળ કરી હતી.
વધુમાં જણાવીએ તો ગત્ત માર્ચે ઉથરાને પહેલીવાર સાપે ડંખ માર્યો હતો. તે દરમિયાન સૂરજે તેના દ્વારા સંયુક્ત રુપે અદૂરના એક બેન્ક લોકરમાં રાખેલા સોનાને નીકાળ્યો હતો. માર્ચમમાં અને મેમાં જ્યારે ઉથરાને સાપે ડંખ માર્યો ત્યારે સૂરજ તેની સાથે જ હતો. ક્રાઇમ બ્રાન્ચ આ વાતની પણ તપાસ કરી રહી છે કે, શું તેના કોઇ સંબંધી અથવા અન્ય કોઇપણ આ ગુનામાં તેની સાથે હતા.
ઉથરા 7 મે, 2020ના એરમમાં પોતાના ઘરમાં બેડરુમમાં મૃત મળી આવી હતી. જે બાદમાં બેડરુમમાં એક સાપ પણ મળી આવ્યો હતો. જેને મારી નાખવામાં આવ્યો હતો.