ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભારત સહિત વિશ્વના દેશોમાં 'માનવતાનું ચીરહરણ', અહીં તો ગરીબીના કારણે મહિલાઓ ગર્ભાશય કઢાવવા પણ મજબૂર!

નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્રના એજન્ડા મુજબ બધા મનુષ્યોએ કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના સ્વતંત્રતા અને સમાનતા સાથે રહેવું જોઈએ. આંતરરાષ્ટ્રીય સંગઠનનું માનવું છે કે, પૃથ્વી પર જન્મેલા દરેક સમાન છે. આ માટે વિશ્વના તમામ દેશો દ્વારા 10 ડિસેમ્બર 1948ના રોજ પેરિસમાં એક ઐતિહાસિક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. ત્યારથી દર વર્ષે 10 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવે છે.

By

Published : Dec 18, 2019, 7:59 PM IST

Human Rights
ભારત સહિત વિશ્વના દેશોમાં માનવાધિકારનો થઈ રહેલો ભંગ

જન્મથી જ દરેક વ્યક્તિને કેટલાંક અધિકાર પ્રાપ્ત થતાં હોય છે. તેની રક્ષા કરવી સંબંધિત અધિકારોની જવાબદારી છે. તેમ છતાં વિશ્વમાં લોકોના અધિકારોનો સતત ભંગ થઈ રહ્યો છે. જાતિ, ધર્મ, ક્ષેત્ર, લિંગ, રંગ અને રુપના નામે લોકો સાથે ભેદભાવ કરાય છે. તેમના અધિકારોનું ઉલ્લંઘન કરવામાં આવે છે. અધિકારો અંગેનો ઐતિહાસિક કાયદો 'મેગ્ના કાર્ટા' સ્પષ્ટ કરે છે કે, નાગરિકની સ્વતંત્રતાને 'ન્યાયના ચુકાદા' સિવાય અન્ય કોઈ પણ રીતે પ્રતિબંધ કરી શકાય નહીં.

  • દરેક દેશની સમાન કહાની...

ભારતમાં લાગુ કરવામાં આવેલો માનવાધિકાર સંરક્ષણ એક્ટ-1993, 8 જાન્યુઆરી 1994ના રોજ લાગુ કરવામાં આવ્યો હતો. આ કાયદો રાજ્યસ્તર પર માનવાધિકાર સમૂહોની સ્થાપના કરવાનો નિર્ધાર કરે છે. એમનેસ્ટી ઈન્ટરનેશનલની રિપોર્ટ મૂજબ ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં માવનાધિકારોનું ઉલ્લંઘનથી રહ્યું છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે, અમેરિકા, વેનેઝુએલા, બાંગ્લાદેશ, ઈરાન, ઈરાક, યમન, તુર્કી અને સીરિયામાં માનવાધિકારના ઉલ્લંઘનની સંખ્યા ઘણી વધારે પ્રમાણમાં હતી. રિપોર્ટમાં એમ પણ જાણવા મળ્યું કે, બાળ અધિકારોના ઉલ્લંઘન ઉપરાંત અભિવ્યક્તિની સ્વતંત્રતા, જાતિ આધારિત દુરવ્યવહાર, બાળકો અને મહિલાઓ સામે હિંસા અને જાતિ-ધાર્મિક હિંસા વગેરેમાં સામાજિક કાર્યકર્તાઓના પણ મોત થાય છે.

  • મહિલાઓના અધિકાર અંગે...

લલિતા મુદ્રલ વિરુદ્ધ ભારત સંઘ (1995), સેલ્વી વિરુદ્ધ કર્ણાટક રાજ્ય, મહેતા વિરુદ્ધ ભારત સંઘ (1986) મામલાઓ મહત્વપૂર્ણ છે. વિશાખા દિશાનિર્દેશ પણ મહત્વપૂર્ણ છે. દિલ્હી સ્થિત સ્વૈચ્છિક સંગઠન 'નાઝ ફાઉન્ડેશન' (2009) કિન્નરોના અધિકાર માટે કાર્યરત છે. દરેક વ્યક્તિને લઘુત્તમ સુવિધાઓના વપરાશ કરવાનો અધિકાર છે. બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં જેને બિમાર રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં આજે પણ પીવાનું પાણી, પરિવહન, વીજળી જેવી પાયાની સુવિધાઓનો અભાવ છે. ટેકનોલોજીની પ્રગતિ અને કરોડો રુપિયાનો ખર્ચ કરવા છતાં કેટલાંક વિસ્તારોમાં સામાજિક વિકાસની ઉણપને અધિકારોના ઉલ્લંઘનના રુપમાં જોવું જોઈએ. આઝાદીના સાત દાયકા વિતી જવા છતાં અહીંના લોકો પાયાની સુવિધાથી વંચિત તે દુખદાયી છે. મેલું ઉઠાવવું એક અપરાધ છે તેમ છતાં આ પ્રક્રિયા અહીં આજે પણ ચાલે છે.

હેલસિંકી ઘોષણા પત્ર મૂજબ માણસો પર દવાનો પ્રયોગ કરવો એ ગુનો છે. તાજેતરમાં જ તેલંગાણા રાજ્યમાં ભદ્રચલમ આદિવાસી યુવતીઓ પર આવા પ્રયોગો થયા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. મહિલાઓની દાણચોરી એક અપરાધ છે. તેલુગુ રાજ્યોના નલ્લામાલા વિસ્તારમાં આદિવાસીઓને રુપિયા અને શરાબની લાલચ આપીને તેમની સાથે છેતરપિંડી કરવામાં આવે છે. મહારાષ્ટ્રના દુષ્કાળગ્રસ્ત ક્ષેત્ર મરાઠવાડાની કહાની પણ ઘણી દુઃખદ છે. અહીંના વિસ્તારની મોટાભાગની મહિલાઓમાં ગર્ભાશય નથી હોતા, કારણકે શેરડીના ખેડૂતો ફક્ત એવી મહિલાઓને મજૂરી પર રાખે છે જેમણે ગર્ભાશય (હિસ્ટેરેક્ટોમી) કઢાવી નાખ્યું હોય. અન્યથા તેઓ માસિકના દિવસો દરમિયાન હાજર રહે નહીં. જોકે બેરોજગારીના ડરથી મહિલાઓ હિસ્ટેરેક્ટોમીનો સહારો લે છે. જે તેમના અધિકારોનું ઉલ્લંઘન છે.

  • વંચિત આદિવાસીઓ...

પીસા એક્ટ-1996 મૂજબ જંગલની પેદાશો પર આદિવાસીઓનો હક છે. પરંતુ આદિવાસીઓની પરવાનગી વિના જ જંગલ પેદાશોનું બેફામ નિકંદન કરવામાં આવે છે. તેલુગુ રાજ્યોના નલ્લામાલા વિસ્તારમાં, ઓડિશાના જંગલોમાં, મધ્યપ્રદેશ અને યૂરેનિયનના ઉત્ખનન જેવા કાર્યક્રમ આદિવાસીઓના જીવનમાં વિધ્ન ઉત્પન્ન કરે છે. વિવિધ વિકાસલક્ષી યોજના માટે જંગલ અને પ્રાકૃતિક સંસાધનો નષ્ટ કરવામા આવે છે. પશ્ચિમ બંગાળના મુસુની ટાપુ પર રહેનારા કેટલાક સમુદાયની સ્થિતિ પર અત્યંત દયનીય છે. પર્યાવરણમાં બદલાવ આવવાને કારણે આ ટાપુઓનું વાતાવરણ પ્રભાવિત થઈ રહ્યું છે. સમુદ્રના વધી રહેલા જળસ્તરને કારણે અહીંના લોકોનું જીવન અસુરક્ષિત બની રહ્યું છે.

સૌથી વધુ આઘાતજનક દુષ્કર્મની ઘટનાઓ સમાજ માટે એક પડકાર બની ગઈ છે. દિલ્હીની નિર્ભયા અને થોડા દિવસ પહેલા ઘટેલી હૈદરાબાદની દિશાની ઘટના આ ગુનાના સ્પષ્ટ ઉદાહરણ છે. આદિવાસી સમુદાયના અધિકારો જે દેશની કુલ વસ્તીના આઠ ટકા છે અને આદિજાતિ સમુદાયોના હકનું સતત ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. જેમની પાસે રહેવા માટે પાકું ઘર નથી, તેમનું જીવન વધુ દયનીય છે. તાજેતરમાં જ એક સંસ્થા દ્વારા સર્વેક્ષણ કરાયું અને આ તથ્યો જાહ્ર કરવામાં આવ્યા હતા.

આદિવાસીઓ સરકાર પાસેથી ઓળખપત્ર મેળવવા સંઘર્ષ કતરી રહ્યાં છે. તેમના પૂર્વજોને અંગ્રેજ સત્તાધીશોએ અપરાધીની શ્રેણીમાં મુક્યા હતાં. આજે પણ તેમને એજ કક્ષાના ગણવામાં આવે છે. પોલીસ તેમની ધરપકડ કરે છે અને કોઈ પણ સામાન્ય અપરાધ માટે તેમને પ્રતાડીત કરે છે. રાષ્ટ્રીય અપરાધ આંકડા બ્યૂરો-2017 અનુસાર બાળકો વિરુદ્ધ અપરાધ વધી રહ્યાં છે. માનવ તસ્કરીના મામલા પણ વધી રહ્યાં છે. બાળકોની તસ્કરી, શરીરના અંગોની દાણચોરી, ઓનલાઈન કૌભાંડો અને બીજા ઘણાં એવા અપરાધો છે જે અંગે નિશ્ચિત આંકડા મળવા મુશ્કેલ છે. ઉપરોક્ત દરેક ઘટનાને અધિકારોનું ઉલ્લંઘન માનવામાં આવે છે.

  • સૌથી મહત્વની છે આદર્શ કુટુંબ પ્રથા

માનવાધિકાર સુરક્ષામાં નેધરલેન્ડ પ્રથમ ક્રમે છે. ત્યારબાદ નોર્વે, કેનેડા, સ્વીડન અને ડેનમાર્ક તેમજ સ્વિટ્ઝર્લેન્ડ આવે છે. હાલના સર્વેક્ષણમાં આ તારણ સામે આવ્યું છે. જ્યારે સાઉદી અરબ, ચીન, કતર અને ઈરાક આ યાદીમાં સૌથી નીચે છે. આદર્શ પરિવાર પ્રણાલી સમાજના અસ્તિત્વનો પાયો છે. તે જેટલું મજબુત હશે તે સમાજ માટે સારું રહેશે. માનવતા અને નૈતિક મૂલ્યો નાનપણથી જ બાળકોને શીખવવા જોઈએ. નૈતિક મૂલ્યો શીખવવાથી સારું પરિણામ મળે છે. દેશમાં ઘણા કાયદા છે. જો તેનો યોગ્ય અમલ કરવામાં આવે તો કેટલાક અંશે અધિકારોના ઉલ્લંઘનને અટકાવી શકાય છે.

ABOUT THE AUTHOR

...view details