ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જીવલેણ આફતો: સમયસર પગલા લેવા જરૂરી

ગ્લોબલ વોર્મીંગને કારણે સર્જાઈ રહેલી કુદરતી આફતોની તીવ્રતા માનવજાતને સતત પંગુ બનાવી રહી છે. અલગ અલગ ઋતુઓના ચક્રો ખોરવાઈ રહ્યા છે, પરીણામે પુર અને દુષ્કાળની પરીસ્થીતિમાં વધારો થઈ રહ્યો છે. કુદરતના પ્રકોપથી વિશ્વના કોઈ દેશ બાકાત નથી. જ્યાં સુધી ભારતની વાત છે ત્યાં સુધી, ક્લાઇમેટ ચેન્જ વીશેનો આ અહેવાલ આગામી એંશી વર્ષ દરમીયાન થનારી વિનાશક ઘટનાઓનું વર્ણન કરી રહ્યો છે.

By

Published : Jun 26, 2020, 2:48 AM IST

જીવલેણ આફતો: સમયસર પગલા લેવા જરૂરી
જીવલેણ આફતો: સમયસર પગલા લેવા જરૂરી

હકીકતમાં ઇન્ડિયન એગ્રીકલ્ચર રીસર્ચ કાઉન્સીલ (ICAR) દ્વારા દેશના 20% ભાગના જીલ્લાઓમાં છેલ્લા દોઢ વર્ષમાં સીંચાઈ પર ક્લાઇમેટ ચેન્જની અસરો પર અભ્યાસ કરવામાં આવ્યો છે. આ અહેવાલમાં 150 થી વધુ જીલ્લામાં પાક, બગીચા અને પશુધન પર ક્લાઇમેટ ચેન્જની અસરો વીશે વર્ણન કરવામાં આવ્યુ છે. કેટલાક આંતરરાષ્ટ્રીય અહેવાલોમાં છેલ્લા દસ વર્ષમાં અન્ય દેશોની સાથે ભારતમાં થતા નુકસાનને આવરી લેવામાં આવ્યા છે.

તાજેતરના અભ્યાસમાં ઘરેલુ ભૌગોલિક પરીસ્થીતિનો ઉંડાણપુર્વક અભ્યાસ કરીને તેને ધ્યાનમાં રાખતા વર્ષ 2100 સુધીમાં સરેસાશ તાપમાનમાં 4.4 ડીગ્રી સેલ્સીયસનો વધારો થવાની શક્યતા બતાવવામાં આવી છે. ત્યાં સુધીમાં, હીટવેવની તીવ્રતા ત્રણથી ચાર ગણી વધી જશે અને દરિયાની સપાટીમાં ત્રીસ સેન્ટીમીટરનો વધારો થશે અને વાવાઝોડા જેવી ભયાનક પરીસ્થીતિ પણ ઉભી થશે તેવી આગાહી કરવામાં આવી છે. છ વર્ષ પહેલા આવેલા સમાચાર કે જેમા જણાવવામાં આવ્યુ હતુ કે ચાર દશકના સમયગાળામાં ક્લાઇમેટ ચેન્જના પરીણામે હિમાલય તેના ગ્લેશીયર રીપલ્સનો 13% હિસ્સો ગુમાવી ચુક્યો છે, તે સમાચારે લોકોને આબોહવામાં આવી રહેલા પરીવર્તન પર વિચારવા માટે મજબુર કર્યા હતા. વિશ્વના દેશોએ એક વાત ધ્યાને લેવી જ રહી કે જો પર્યાવરણના નુકસાનને રોકવામાં નહી આવે તો વિશ્વના દેશોએ તેની મોટી કીંમત ચુકવવી પડશે જેથી કેન્દ્ર અને રાજ્ય સરકાર આ મુશ્કેલીને પહોંચી વળવા માટે સંયુક્ત પગલા લે તે સમયની માંગ છે.


કાર્બનના ઉત્સર્જનના કારણે વધતુ ગ્લોબલ વોર્મીંગ, ગ્લેશીયરનું ગલન અને દરિયાની સપાટીમાં થઈ રહેલા વધારાને પરીણામે ઘણી મુશ્કેલીઓ ઉભી શઈ શકે છે જેમકે સમુદ્રકાંઠાના નગરો અને શહેરો ડુબી જશે, આબોહવાના ચક્રમાં વિક્ષેપ પડવાને કારણે પુર અને દુષ્કાળની પરીસ્થીતિનું નિર્માણ થશે તેમજ તેના પરીણામે પાક અને સમગ્ર માનવજાત જોખમમાં મુકાઈ જશે. સરકારના આંકડા પ્રમાણે, ભારતના ઉપખંડોની 4 કરોડ હેક્ટર જમીન પુરના ખતરા હેઠળ છે અને 68% વિસ્તાર દુષ્કાળગ્રસ્ત છે.

ત્રણ મહિના પહેલા યુનાઇટેડ નેશન્સના એક અહેવાલમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે દાયકાઓ સુઘી આબોહવાને પહોંચાડવામાં આવેલા અવિચારી નુકસાનના પરીણામે ડાંગરના વાવેતરનો 100% ભાગ, મકાઈના વાવેતરનો 90% અને સોયાબીનના વાવેતરનો 80% ભાગ ગ્લોબલ વોર્મીંગથી પ્રભાવિત થશે. નિષ્ણાંતોના મતે ક્લાઇમેટ ચેન્જના કારણે ભારતમાં કેળાના ઉત્પાદનમાં ઘટાડો થશે. કેટલાક અહેવાલો અને વિષ્લેશણમાં જણાવવામાં આવ્યુ છે કે કેવી રીતે વનના નાશ અને કોંક્રીટના પ્રદેશો ઉભા થવાને કારણે દક્ષિણ અને પશ્ચીમના ઘાટ, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટી સહિત હિમાલયની આબોહવામાં અસામાન્ય પરીવર્તન આવી રહ્યુ છે.

ગત વર્ષે વિશ્વબેંકે ચેતવણી આપી હતી કે જો ભારત આ બાબતે યોગ્ય પગલા નહી લે તો વર્ષ 2050 સુધીમાં તે વિદેશમાંથી અનાજની આયાત કરવાની સ્થીતિમાં આવી જશે. વાતાવરણમાં આવી રહેલા આ પલટાથી સાબીત થાય છે કે ખડમાકડી પણ સરકારોને પડકાર ફેંકી શકે છે અને સરકારોની કોઈ પણ પ્રકારની બેદરકારી મુશ્કેલીઓમાં ચોક્કસ વધારો કરશે.


જમીનમાં તાપમાન નિયંત્રણ માટે થતા વન કવર, ઉર્જા સંરક્ષણ માટે સકારાત્મક પગલાઓ, જમીનનો વપરાશ, પરીવહન, બાંધકામ અને ઔદ્યોગિક ક્ષેત્રો તેમજ પાકની પદ્ધતિમાં સકારાત્મક ફેરફાર એ કોઈપણ સરકારની કાર્યસુચીનો અભિન્ન ભાગ હોવો જોઈએ. જો શાસક પક્ષ યોગ્ય સમયે જાગૃત નહી થાય તો કુદરતી આફતો માનવજીવન પર હાવી થઈ જશે !

ABOUT THE AUTHOR

...view details