પોલીસે માહિતી આપતા કહ્યું કે, રવિવારે 6 સમુદાયોને સ્થાનિક નિવાસ પ્રમાણપત્રો આપવા માટેની રજૂઆત સામે વિરોધ કરવામાં આવ્યો હતો.
અરૂણાચલમાં પ્રદર્શનકારીઓએ DyCM ના ઘરે ચાંપી આગ - arunachal pradesh
ઇટાનગર: કર્ફ્યૂની આડમાં પ્રદર્શન કરતા વિરોધીઓએ અરૂણાચલ પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન ચોઉના મીનના ખાનગી ઘરને આગ લગાડી હતી. ડેપ્યૂટી કમિશનરના ઑફિસમાં તોડફોડ પણ કરવામાં આવી હતી.
વધુમાં પોલીસે જણાવ્યું કે, શુક્રવારે પોલીસ દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો હતો. આ વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન થતા મોટી સંખ્યામાં લોકોએ રેલી કાઢી હતી અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડ્યું હતું.
પ્રદર્શનકારિઓએ નીતિવિહાર વિસ્તારમાં નાયબ મુખ્ય પ્રધાનના ખાનગી નિવાસ પર આગ લગાવવામાં આવી હતી અને ઈટાનગરમાં ડેપ્યૂટી કમિશનરની ઑફિસમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. તેમજ ડેપ્યૂટી કમિશનરની ઑફિસ બહાર પાર્ક થયેલા ઘણા વાહનોને પણ આગ ચાંપવામાં આવી હતી.