PM મોદીના નામે લખેલો પત્ર મીડિયાની સામે રાખવામાં આવ્યો હતો, જેમાં પલાનીસ્વામીએ કહ્યું કે, અભિનંદન લડાકુ વિમાન મિગ-21 બિસોનને ઉડાવીને પાકિસ્તાન લઇ ગયા હતાં. જ્યાં પાકિસ્તાની વાયુસેનાએ તેને કસ્ટડીમાં લીધા હતાં.
અભિનંદનને પરમવીર ચક્રથી સમ્માનિત કરો: તમિલનાડુ CM - abhinandan
ચેન્નઇ: તમિલનાડુના CM કે. પલાનીસ્વામીએ શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વાયુસેનાના વિંગ કમાંન્ડર અભિનંદન વર્ધમાનને દેશના સર્વોચ્ચ સૈન્ય સમ્માન "પરમવીર ચક્ર"થી સમ્માનિત કરવાનો અનુરોધ કર્યો છે.
ફાઇલ ફોટો
પલાનીસ્વામીએ કહ્યું કે, અભિનંદને અદ્દભુત ધેર્ય અને આત્મવિશ્વાસ બતાવી પરિસ્થિતિઓનો સામનો કરી દેશનું દિલ જીતી લીધું છે. તેઓએ જણાવ્યું કે, "આ પરાક્રમ અને સાહસના સન્માન માટે અભિનંદનને ભારતના સર્વોચ્ચ સૈન્ય સમ્માન 'પરમવીર ચક્ર'થી સમ્માનિત કરવામાં આવે."