નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાઈરસના કેસ સતત વધી રહ્યા છે. જેને લઇને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં આજે સર્વદળીય પક્ષોની બેઠક યોજાઈ. જેમાં બીજેપી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ સાથે ગૃહપ્રધાને બેઠક કરી.
દિલ્હીમાં કોરોના સંકટ: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં યોજાઈ સર્વદળીય બેઠક - અમિત શાહ
દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાઈરસના કેસ સતત વધી રહ્યા છે. જેને લઇને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં આજે સર્વદળીય પક્ષોની બેઠક યોજાઈ. જેમાં બીજેપી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ સાથે ગૃહપ્રધાન બેઠક કરી રહ્યા છે.
દિલ્હીમાં કોરોના સંકટ: અમિતશાહનું સર્વદળીય બેઠકને સંબોધન
આ પહેલાં 14 જૂને ગૃહપ્રધાને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ, લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલ સહિતના તમામ અધિકારીઓ સાથે કોરોનાને લઇને બેઠક કરી હતી. આ બેઠક બાદ દિલ્હીમાં કોરોના પર અંકુશ લાવવા ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા.