નવી દિલ્હીઃ દિલ્હી પોલીસના 73મા સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દિલ્હી ખાતે યોજાયેલા આ સમારોહમાં કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ પણ હાજર રહ્યાં હતા. કાર્યક્રમને સંબોધિત કરતાં અમિત શાહે કહ્યું હતું કે, 'આપણા માટે ગર્વની વાત છે કે દિલ્હી પોલીસની સ્થાપના ભારતના લોખંડી પુરૂષ તરીકે ઓળખાતા સરદાર પટેલે કરી હતી.'
દિલ્હી પોલીસના 73માં સ્થાપના દિવસ સમારોહમાં અમિત શાહ રહ્યાં હાજર - દિલ્હી પોલીસ સ્થાપના દિવસ
દિલ્હી ખાતે દિલ્હી પોલીસના 73મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સ્થાપના દિવસ સમારોહમાં ગૃહપ્રધાન અમિત શાહ પણ હાજર રહ્યાં હતા. આ સાથે તેમણે કાર્યક્રમનું સંબોધન કર્યુ હતું. જેમાં તેમણે સરદાર પટેલે દિલ્હી પોલીસની સ્થાપના કરી હોવાની વાત કરી હતી.
Amit shah
અમિત શાહે વધુમાં કહ્યું હતુ કે, આઝાદી પછી 35 હજાર કરતાં પણ વધારે પોલીસ જવાનોએ દેશની સુરક્ષા અને દેશમાં કાનુની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે બલિદાન આપ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રીય પોલીસ સ્મારકનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે પોલીસના બલિદાનના સાબિતી છે.