ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જમ્મુ કાશ્મીરઃ ભાજપના 3 નેતાઓની હત્યા કરનાર હિજબુલના મુખ્ય કમાંડર સૈફુલ્લાને ઠાર મરાયો - રંગરેટમાં સેનાનું સર્ચ ઓપરેશન ચાલુ

શ્રીનગર જિલ્લાના રંગરેથ વિસ્તારમાં સૈફુલ્લાને એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યો છે. તેના એક સાથીને પણ સેનાએ દબોચી લીધો છે. આ વર્ષે જ સૈફુલ્લાને હિઝબુલને તેનો ચીફ બનાવ્યો હતો.

ભાજપના 3 નેતાઓની હત્યા કરનાર માસ્ટરમાઇન્ડ ઠાર, 72 કલાકમાં સેનાએ આતંકીને આપ્યો જડબાતોડ જવાબ
ભાજપના 3 નેતાઓની હત્યા કરનાર માસ્ટરમાઇન્ડ ઠાર, 72 કલાકમાં સેનાએ આતંકીને આપ્યો જડબાતોડ જવાબ

By

Published : Nov 1, 2020, 7:52 PM IST

  • ભાજપના 3 નેતાઓની હત્યાનો મામલો
  • હત્યા કરનાર આતંકી ઠાર
  • રંગરેથ વિસ્તારમાં સૈફુલ્લા એન્કાઉન્ટરમાં ઠાર
  • 72 કલાકમાં સેનાએ આતંકીને આપ્યો જડબાતોડ જવાબ
  • અન્ય એક સાથી પણ સેનાની પકડમાં

શ્રીનગર: જિલ્લાના રંગરેથ વિસ્તારમાં સૈફુલ્લાને એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યો છે. તેના એક સાથીને સેનાએ દબોચી લીધો છે. આ વર્ષે જ સૈફુલ્લાને હિઝબુલે તેનો ચીફ બનાવ્યો હતો.

સૈફુલ્લા એન્કાઉન્ટરમાં ઠાર

જમ્મુ-કાશ્મીરમાં પોલીસ અને સુરક્ષા દળોએ સંયુક્ત ઓપરેશનમાં હિઝબુલ મુજાહિદ્દીનના ચીફ કમાન્ડર સૈફુલ્લાને મોતને ઘાટ ઉતાર્યો છે. રિયાઝ નાઈકુની હત્યા બાદ સૈફુલ્લાને હિઝબુલ દ્વારા ચીફ કમાન્ડર બનાવવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ, શ્રીનગર જિલ્લાના રંગરેટ વિસ્તારમાં સૈફુલ્લા એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. તેનો એક સાથી સૈન્યની પકડમાં છે. આ વર્ષે સૈફુલ્લાને હિઝબુલે તેનો ચીફ બનાવ્યો હતો. રંગરેટમાં સેનાનું સર્ચ ઓપરેશન ચાલુ છે.

જમ્મુ-કાશ્મીરના DGPનું નિવેદન

જમ્મુ-કાશ્મીરના DGP દિલબાગ સિંહના જણાવ્યા અનુસાર, થોડા દિવસો પહેલા ભારતીય જનતા પાર્ટીના ત્રણ કાર્યકરોની હત્યા પાછળ સૈફુલ્લાનો હાથ હતો. ભાજપના નેતાઓની હત્યામાં સામેલ આતંકવાદી અબ્બાસ હિઝબુલ દ્વારા જ લશ્કરમાં ગયો હતો. 72 કલાકમાં જ સેનાએ ભાજપના નેતાઓના હત્યારાને સજા આપી હતી.

ABOUT THE AUTHOR

...view details