કલવરીને 31 માર્ચ 1996ના રોજ 30 વર્ષની રાષ્ટ્ર સેવા પછી નૌસેનાએ રિટાયર્ટ કરી દીધુ હતું. તેનુ આ નામ હિંદ મહાસાગરમાંથી મળનારી ખતરનાક શાર્ક પરથી રાખવામાં આવ્યુ હતું, ત્યારબાદ અલગ-અલગ શ્રેણીઓની સબમરીન નૌસેનાનો ભાગ બની હતી.
ફ્રાંન્સના સહયોગથી દેશમાં બનનારી સ્કાર્પીન શ્રેણીની આધુનિક સબનરીનને ગત વર્ષે નૌસેનામાં સામેલ કરવામાં આવી હતી અને તેનું નામ પણ કલવરી જ રાખવામાં આવ્યું હતું. કલવરી દુનિયાની સૌથી ઘાતક સબમરીનમાંથી એક ગણવામાં આવે છે. ભારતમાં તેવી 5 સબમરીન તૈયાર કરવામાં આવશે.
આધુનિક ટેક્નિકથી તૈયાર સબમરીન એક મશીન છે. જે જરૂર પડ્યા પર દુશ્મનની નજરથી બચાવી નિશાનો લગાવી અને ભારે ઉથલ પાથલ પણ મચાવી શકે તેમ છે.
દેશ અને દુનિયાના ઇતિહાસમાં 8 ડિસેમ્બરની તારીખમાં થયેલી અન્ય મહત્વપુર્ણ ઘટનાઓનો આ પ્રકારે બની હતી.
1863: ચિલીની રાજધાની સાંતિયાગોમાં એક ગિરિજાધરમાં આગ લાગવાથી 2500 લોકોના મોત થયા હતાં.
1875: દેશના મહાન ઉદારવાદી નેતાઓમાંના એક શુમાર તેજ બહાદુર સપ્રૂનો અલીગઢમાં જન્મ થયો હતો.
1879: મહાન ક્રાંતિકારી નેતા જતિન્દ્ર નાથ મુખર્જી ઉર્ફ બાધા જતિનનો જન્મ
1881: આસ્ટ્રિયાની રાજધાની વિએનાના થિયેટરમાં આગ લાગવાથાી 800થી વધુ લોકોના મોત નિપજ્યાં હતાં.
1900: પ્રખ્યાત ડાન્સર ઉદય શંકરનો જન્મ