સિમલા (HP): થૂંક, છીંક અને ઉધરસથી ફેલાતા જીવાણું કારણે થતાં કોરોના વાઈરસને અટકાવવા માટે હિમાચલ પ્રદેશ સરકારે ત્રણ મહિનાથી ચ્યુઇંગમના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે.
હિમાચલ પ્રદેશ સરકારે કોરોના વાઈરસનો ફેલાવો અટકાવવા ચ્યુઇંગમના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ - કોરોના વાઈરસ ન્યૂઝ
કોરોના વાઈરસના પ્રસારને રોકવા માટે હિમાચલ પ્રદેશ સરકારે ત્રણ મહિનાથી ચ્યુઇંગમના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. ચ્યુઇંગમ, બબલ ગમ અને તેના જેવા ઉત્પાદનોના વેચાણ અને ઉપયોગ પર 30 જૂન સુધી પ્રતિબંધ રહેશે.
coronavirus
ફૂડ સેફટી કમિશનર અને એડિશનલ ચીફ સેક્રેટરી (હેલ્થ) આર ડી ધીમન જણાવ્યું હતું કે, થૂંક, છીંક અને ઉધરસથી ફેલાતા જીવાણું કારણે થતાં કોવિડ -19ને અટકાવા માટે ચુઇંગમ, બબલ ગમ અને સમાન ઉત્પાદનોના વેચાણ અને તેના ઉપયોગ પર જાહેર હિતમાં 30 જૂન સુધી પ્રતિબંધિત રહેશે.