ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઓળખ વિનાનું ઉચ્ચ શિક્ષણ

હજારો અલગ અલગ યુનિવર્સીટીસ, લગભગ 40 હજારથી વધારે કોલેજો અને અન્ય અગીયાર હજાર પાંચસો જેટલી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ .. આમ, ભારતીય શિક્ષણનો વ્યાપ ખુબ જ ભવ્ય લાગે પણ નજીકથી જોઇએ તો ગુણવતાની દ્રષ્ટિએ નિરાશાજનક જણાય આવે છે. એક વિશ્લેષણ અને અભ્યાસ મુજબ ભારતની તમામ કેન્દ્રીય યુનિવર્સીટીઓ કેમ્બ્રિજ (બ્રિટન) અને સ્ટેનફોર્ડ (યુ.એસ)ની સમકક્ષ પણ નથી..જે ભારતની યુનિવર્સીટીઓના મુળમાં રહેલી અવ્યવસ્થાને છતી કરે છે. નેશનલ એક્રેડીએશન કાઉન્સીલ (NAC) દ્વારા કરાયેલા સર્વેમાં ચોંકાવનારી વાસ્તવિકતાઓ સામે આવી છે.

ઓળખ વિનાનું ઉચ્ચ શિક્ષણ
ઓળખ વિનાનું ઉચ્ચ શિક્ષણ

By

Published : May 11, 2020, 10:07 PM IST

Updated : May 11, 2020, 10:36 PM IST

શિક્ષણના ધારાધોરણ, ગુણવતા, સંશોધનમાં વગેરેમાં પાછળ રહેવાનું કારણ પાયામાં રહેલી ક્ષતિને આભારી છે. NAC કહે છે દેશભરમાં 600 યુનિવર્સીટીઓ અને 25 હજાર કોલેજોને માન્યતા નથી..તો ઘણા શૈક્ષણિક સંસ્થાઓ વિવિધ કારણ બતાવીને માન્યતા મેળવવાની પ્રક્રિયા કરતી નથી. 22 ટકા જેટલા શૈક્ષણિક સંસ્થાના સંચાલકો શિક્ષણની નબળી ગુણવતાને કારણે NACના સર્વેથી દુર રહ્યા છે. તો અન્ય 72 ટકા લોકો કહે છે કે તેઓ શિક્ષણની ગુણવતા સુધારવા માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે. તમિલનાડુમાં ઉચ્ચ શિક્ષણની અંદાજે અઢી હજાર શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે. જેમાંથી 800 થી પણ ઓછી સંસ્થાઓ NACની માન્યતા મેળવવામાં સફળ રહી છે.

ઉચ્ચ શિક્ષણ આપતી સંસ્થાઓએ સતત શિક્ષણ અને તેના ધોરણોમાં સુધારા માટે પ્રયત્નશીલ રહેવુ જોઇએ. અને સંશોધનમાં ફાળો આપતા ગુણવતાયુક્ત સંશોધનને પ્રચાર કરે. પણ હાલ પ્રમાણપત્ર લઇને સંતોષ માની રહ્યા છે. જે જોખમી વલણ દર્શાવે છે. રાષ્ટ્રના મજબુત નિર્માણમાં મહત્વની ભુમિકા ભજવનારી શિક્ષણ સંસ્થાઓ ગુણવતાયુક્ત શિક્ષણ અને સંશોધનના કારણે પાછળ છે. આ સંસ્થાઓ NAC દ્વારા આપવામાં આવેલા ધારાધોરણને અનુસરવામાં નિષ્ફળ ગયા છે. તેમને NAC દ્વારા માન્યતાને લાયક ગણવામાં આવશે નહી. NACના નિરીક્ષણમાં વિગતો બહાર આવી છે કે ગ્રામીણ ભારતની ઘણી કોલેજોમાં માળખાગત સુવિદ્યાઓ અને ઇ –લર્નિગની સુવિદ્યાનો અભાવ છે. જે સામાન્ય કહી શકાય તેવા ધારાધોરણના નિયમોને પાલન કરવામાં મળેલી નિષ્ફળતાને દર્શાવે છે. જો કે સરકારી કોલેજોની સંખ્યા પુરતી છે જે સાડા ત્રણ લાખ રોકડ અને માન્યતા માટે 18 ટકા જીએસટી ચુકવવા માટે સક્ષમ છે.તો ઘણા રાજ્યોની યુનિવર્સિટીઓમાં સંચાલક મંડળ નથી, કુલપતિઓની જગ્યા વર્ષોથી ખાલી છે. નાણાંકીય ભંડ઼ોળની સ્થિતિ પુરતી નથી આમ, શૈક્ષણિક સંસ્થાઓ ઘણી સમસ્યાઓ સહન કરી રહી છે.

ઓક્સફોર્ડ યુનિવર્સિટીના મતે કોઇપણ યુનિવર્સિટીએ વર્લ્ડક્લાસ યુનિવર્સિટીઓની સૂચિમાં સ્થાન મેળવવા માટે શિક્ષકોની ફેકલ્ટીમાં પ્રતિભાશાળી શિક્ષણવિદ્ની નિમણૂંક કરવી આવશ્યક છે. પણ આ સંસ્થાઓને નાણાંકીય મદદની જરુર છે. સર્જનાત્મક શિક્ષણ અને ઉચ્ચ ધોરણો પર ધ્યાન કેન્દ્રીત કરીને 800થી વધારે નોબેલ વિજેતાઓ આપ્યા છે. તેનાથી વિપરિત એવુ છે કે નિમણૂંકોમાં બેદરકારી, અપુરતુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નાણાંકીય ભંડોળની અપુરતી ફાળવણીને કારણે 90 ટકા કોલેજો અને 70 ટકા યુનિવર્સિટીઓ રાષ્ટ્રીય સ્તરે નબળા શિક્ષણ અને બેરોજગારી કેન્દ્ર સમાન બની ગયા છે. જે શૈક્ષણિક સંસ્થાઓ સ્થાનિક માન્યતા મેળવવા માટે પણ સંઘર્ષ કરી રહી હોય તે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા કઇ રીતે કરી શકશે? જો પ્રાથમિક શિક્ષણમાં સુધારો કરવામાં આવે, ઉચ્ચ શિક્ષણને ગુણવત્તાયુક્ત માનવ સંશાધનો માટે આવશ્યક રોકાણ કરવામાં આવે અને સારા સમર્પિત શિક્ષણ વિદ્ની નિમણૂંક કરવામાં આવે તો સ્થિતિમાં થોડો સુધારો થઇ શકે તેમ છે.

હાલની પરિસ્થિતિ ધીરે ધીરે સુધરેલી છે જો પ્રાથમિક શિક્ષણમાં સુધારો કરવામાં આવે, અને ઉચ્ચ શિક્ષણને ગુણવત્તાયુક્ત માનવ સંસાધનો માટે આવશ્યક રોકાણ તરીકે માન્યતા આપવામાં આવે છે, અને સમર્પિત અને પ્રતિબદ્ધ સંગઠનના નેજા હેઠળ સંપૂર્ણ રીતે લાયક શિક્ષણવિદોની નિમણૂક શિક્ષકો તરીકે કરવામાં આવે છે.

Last Updated : May 11, 2020, 10:36 PM IST

ABOUT THE AUTHOR

...view details