રેવાડીના મૉડલ ટાઉન સ્થિત સ્વર્ણ જયંતિ પાર્ક પાસે ભગવા રંગમાં લાગેલું એક પોસ્ટર ચર્ચાનો વિષય બન્યું છે. જેમાં દીન દયાલ ઉપાધ્યાયની પોલિટિકલ ડાયરીનું પાનું 151 પર પ્રકાશિત 11 ડિસેમ્બર 1961ના ભાષણનો હવાલો આપતા લખ્યું છે કે, કોઈ પણ ઉમેદવાર ફક્ત એટલા માટે તમારો મત મેળવવાનો દાવો ન કરી શકે કે, તે સારી પાર્ટીમાં આવે છે. પક્ષના હાઈકમાને ટિકિટ આપતી વખતે પક્ષાપક્ષી કરી હોય, એટલે આવી ભૂલને સુધારવી મતદારોની ફરજ છે. નિવેદક...રેવાડી વિધાનસભાની જનતા.
હરિયાણા ચૂંટણી: રેવાડી સીટ પર ભાજપમાં વિખવાદ, વિરોધમાં લાગ્યા પોસ્ટર
ચંડીગઢ: હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં અમુક સીટ પર ભારતીય જનતા પાર્ટીમાં અંદરખાને ધમાસાણ ચાલી રહ્યું છે. ટિકિટ વિતરણમાં થયેલા વિખવાદને કારણે પાર્ટી કાર્યકર્તાઓ નારાજ થઈ ગયા છે. જેને લઈ આ કાર્યકર્તાઓ પોસ્ટરો લગાવી રહ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો આ સીટ પર ટિકિટ મેળવવા માટે અનેક દિગ્ગજો લાઈનમાં હતા. ગુરુગ્રામથી સાંસદ અને કેન્દ્રીય પ્રધાન રાવ ઈન્દ્રજીત સિંહ પોતાની દિકરીને ટિકિટ અપાવવા માગતા હતા. પણ પાર્ટી તરફથી દિકરીને ટિકિટ ન મળી, બાદ તેમણે પોતાના નજીકના સુનીલ મુસેપરાનું નામ આગળ ધર્યું. રાવ ઈન્દ્રજીતની ભલામણ બાદ પાર્ટીએ સુનીલને ટિકિટ આપી. જેને લઈ ટિકિટના અન્ય દાવેદારોના સમર્થકોમાં નારાજગી વ્યાપી ગઈ છે.
રેવાડીમાં ઉમેદવારોને લઈ ચાલી રહેલી નારાજગી વિતેલા ગુરુવારના રોજ જાહેર થઈ હતી. જ્યારે રેવાડીમાં અરવિંદ યાદવ કાર્યાલય પર આયોજીત બેઠકમાં ઈન્દ્રજીતના ઉમેદવારો પક્ષ સંબંધિત સમર્થન માગવા પહોંચ્યા હતા. ત્યાર બાદ તો વાત ત્યાં સુધી પહોંચી કે, અરવિંદ યાદવના સમર્થકોએ નારેબાજી શરૂ કરી દીધી. જેને લઈ કેન્દ્રીય પ્રધાન રાવ ઈન્દ્રજીત બેઠક છોડી નિકળી ગયા હતા.