ગુજરાત

gujarat

આરોગ્ય સેતુ એપ્લિકેશનમાં સ્થાનિક કેમિસ્ટને શા માટે બાકાત રખાયા? : દિલ્હી HC

દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું છે કે, આરોગ્ય સેતુ એપ્લિકેશનમાંથી કેમિકલ અને ફાર્માસિસ્ટને કેમ બાકાત રાખવામાં આવ્યા છે. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણી બાદ ન્યાયાધીશ નવીન ચાવલાએ 16 જૂન સુધીમાં કેન્દ્ર સરકારને જવાબ આપવા સૂચન કર્યું હતું.

By

Published : Jun 10, 2020, 8:23 PM IST

Published : Jun 10, 2020, 8:23 PM IST

a
આરોગ્ય સેતુ એપ્લિકેશન માંથી કેમ સ્થાનિક કેમિસ્ટને રાખવામાં આવ્યા? : દિલ્હી HC

નવી દિલ્હી: સુનાવણી દરમિયાન કોર્ટે કેન્દ્ર સરકાર વતી હાજર રહેલા એએસજી મનિંદર આચાર્યને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય સાથે સંકલનમાં કામ કરવા જણાવ્યું હતું.

કોર્ટે આરોગ્ય મંત્રાલયના એફિડેવિટમાં નોંધ્યું હતું કે, ડ્રગ્સ અને કોસ્મેટિક્સ એક્ટ હેઠળ કોઈ ઇ-ફાર્મસી કંપનીને લાઇસન્સ આપવામાં આવ્યું નથી. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, લાઇસન્સ આપવાના મામલા પર વિચારણા ચાલી રહી છે.

14 મેના રોજ હાઈ કોર્ટે કેન્દ્ર આરોગ્ય સેતુ એપ્લિકેશનમાંથી ઈ-ફાર્મસી કંપની સાથે લિંક કરવાની માંગ પર સરકારને નોટિસ ફટકારી હતી. અરજદાર વતી કહેવામાં આવ્યું હતું કે, હાઈકોર્ટે ઈ-ફાર્મસી કંપનીઓને ઑનલાઇન દવાઓ વેચવા પર પ્રતિબંધ મૂક્યો છે, એવામાં સરકાર તેમને પ્રોત્સાહન કેવી રીતે આપી શકે.

આરોગ્ય સેતુ એપ્લિકેશનમાંથી કેમિકલ અને ફાર્માસિસ્ટને કેમ બાકાત રાખવાના મામલામાં દિલ્હી હાઇકોર્ટે 16 જૂન સુધીમાં કેન્દ્ર સરકારને જવાબ આપવા સૂચન કર્યું.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details