મુંબઈ: બોમ્બે હાઇકોર્ટે મંગળવારે શહેરમાં ભારે વરસાદને જોતા વિવિધ કેસોમાં તેની વર્ચ્યુઅલ સુનાવણી મોકૂફ કરી દીધી છે. એક અધિકારીએ જણાવ્યું કે, દક્ષિણ મુંબઈના ઘણા કર્મચારીઓ અને સભ્યો કોર્ટમાં પહોંચી શક્યા ન હોવાથી મુખ્ય ન્યાયાધીશ દિપાંકર દત્તાની અધ્યક્ષતાવાળી બેંચ સહિત હાઈકોર્ટની પાંચ બેંચે ઘણા કેસોની સુનાવણી મોકૂફ કરી છે. બુધવારે હાઈકોર્ટ આ કેસોની સુનાવણી કરશે.
મુંબઇ: ભારે વરસાદને કારણે હાઈકોર્ટે વર્ચુઅલ સુનાવણી મુલતવી રાખી - હાઈકોર્ટે વર્ચુઅલ સુનાવણી મુલતવી
મુંબઈમાં ભારે વરસાદને કારણે બોમ્બે હાઈકોર્ટમાં વર્ચુઅલ સુનાવણી મંગળવારે મુલતવી રાખવામાં આવી છે. કોર્ટ તમામ કેસોની બુધવારે સુનાવણી કરશે.
બોમ્બે હાઈકોર્ટ
મુખ્ય ન્યાયાધીશ દિપાંકર દત્તાની અધ્યક્ષતાવાળી ખંડપીઠે સમીર ઠક્કર દ્વારા દાખલ કરેલી PILની સુનાવણી થવાની હતી, જેમાં માગ કરવામાં આવી હતી કે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતની તપાસ CBI અથવા SITને સોંપવામાં આવે.
સોમવાર રાતથી શહેરમાં ભારે વરસાદને પગલે ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જેનાથી સ્થાનિક ટ્રેન સેવાઓ અને ટ્રાફિકને અસર થઈ હતી.