30 જાન્યુઆરી, 1948ની એ સાંજ સૌથી ભયાનક માનવામાં આવે છે. આ સાંજે દિલ્હીનાં બિડલા ભવનમાં થયેલા ગોળીબારે સમગ્ર દેશને ગમગીન કરી નાંખ્યો હતો. ગોડસેની બંદૂકથી નીકળેલી ગોળીએ ગાંધીજીની સાથે સાથે માનવતાની પણ હત્યા કરી નાંખી. આ સાંજની મૂળ પટકથા જે ખરાબ મગજમાંથી જન્મી હતી, તે સ્થળ ગ્વાલિયરની શિંદી છાવણીમાં આજે પણ મૌજૂદ છે, જ્યાં ગાંધી હત્યાની કાળી કહાની લખાઈ હતી. ગાંધીજીની હત્યામાં ઉપયોગમાં લેવાયેલી બંદૂક ત્યાંથી જ ખરીદાઈ હતી, તો ત્યાંથી જ નથુરામ ગોડસેએ ગોળીબારની તાલીમ લીધી હતી. જે ગોળીબારે સમગ્ર દેશમાં સન્નાટો ફેલાવી દીધો હતો. જેનાથી આખો દેશ ચોધાર આસુએ રડ્યો હતો.
અહીં લખાઈ હતી ગાંધીજીની હત્યાની કાળી કહાની... - 30 જાન્યુઆરી, 1948
ગ્વાલિયર: આ વર્ષે મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે, ત્યારે ઇટીવી ભારત બીજી ઓક્ટોબર સુધી દરરોજ ગાંધીજીના જીવન પર આધારિત અને તેમના જીવનના અલગ-અલગ પાસાઓ પર ચર્ચા કરી રહ્યું છે. અમે દરરોજ એક વિશેષજ્ઞની સલાહ લઇને ગાંધીજીની કેટલીક વાત તમારા સુધી પહોંચાડીએ છીએ, ત્યારે આજે આપણે ગાંધીજીની હત્યાનું ષડયંત્ર જ્યાં ઘડાયું હતું એ સ્થળ વિશે વાત કરીશું.
આજે પણ ગ્વાલિયરમાં ગોડસેની ભગવાનની જેમ પૂજા કરવામાં આવે છે. જેને કેટલાક લોકો વિચિત્ર માને છે. કહેવાય છે કે, 20 જાન્યુઆરીના રોજ પણ ગાંધીની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં ગોડસેની કાળી કરતૂત વ્યર્થ ગઈ હતી. ગાંધીજીની હત્યા માટે જે બંદૂકનો ઉપયોગ થયો હતો. તે બંદૂક ગ્વાલિયરથી ખરીદાઈ હતી. કારણ કે, 1948માં ગ્વાલિયર રિયાસતમાં બંદૂક ખરીદવા માટે લાયસન્સની જરૂર ન હતી. આમ, જેવી ગોડસેની બંદૂકમાંથી ગોળી નિકળી કે સમગ્ર હોલમાં સન્નાટો છવાઈ ગયો હતો. જ્યારે ગાંધીજીની અંતિમયાત્રા નિકળી ત્યારે મોટું માનવ મહેરામણ ઉમટ્યું હતું. એજ ગાંધીજીની સાચી ઓળખ હતી. અહિંસા અને માનવતાના પૂજારી એવા ગાંધીજીની હત્યા પર આકાશ પણ રડી પડ્યું...