નવી દિલ્હી: દેશમાં અત્યારસુધી સામાન્ય કરતા છ ટકા વધુ વરસાદ થયો છે. જ્યારે ઉત્તર ભારતમાં સામાન્ય કરતા ઓછો વરસાદ થયો છે. ઉત્તર-પશ્ચિમ ભારતમાં અત્યાર સુધીમાં 19 ટકા ઓછો વરસાદ થયો છે. ભારતીય હવામાન વિભાગે રવિવારે જણાવ્યું કે, દક્ષિણ દ્વીપકલ્પ, મધ્ય ભારત, પૂર્વ અને ઉત્તરપૂર્વ વિભાગમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે જણાવ્યું કે, રવિવાર સુધીમાં હિમાચલ પ્રદેશ, રાજસ્થાન અને જમ્મુ-કાશ્મીરમાં વરસાદ ઓછો પડ્યો છે. લદાખમાં પણ સોથી ઓછો વરસાદ થયો છે. ભારતમાં આ વર્ષ ચોમાસું સામાન્ય રહે તેવી સંભાવના છે.
દિલ્હીમાં ભારે વરસાદ, ઉત્તર પશ્ચિમ ભારતમાં સામાન્ય કરતા ઓછો - દિલ્હીમાં ભારે વરસાદ
ભારતીય હવામાન વિભાગે રવિવારે જણાવ્યું હતું કે, દેશમાં સામાન્ય કરતા છ ટકા વધુ વરસાદ થયો છે. જ્યારે ઉત્તર ભારતમાં સામાન્ય કરતા ઓછો વરસાદ થયો છે. ઉત્તર-પશ્ચિમ ભારતમાં અત્યાર સુધીમાં 19 ટકા ઓછો વરસાદ થયો છે.
આઈએમડીના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે, ઉત્તર પશ્ચિમ ભારતમાં પૂરતો વરસાદ થયો નથી, પરંતુ આપણી પાસે હજી બે મહિના બાકી છે. હવામાન વિભાગે 18થી 20 જુલાઇ સુધીમાં ઉત્તર- પ્રશ્વિમ ભારતમાં વરસાદ થવાનું અનુમાન લગાવ્યું છે. મહાપાત્રાનું કહેવું છે કે, જમ્મુ-કાશ્મીર, લદાખ, હિમાચલ પ્રદેશ, દિલ્હી, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં સારો વરસાદ થશે.
દક્ષિણ દ્વીપકલ્પમાં સામાન્ય કરતાં 17 ટકાનો વધુ વરસાદ પડ્યો છે. જેમાં તમિલનાડુ, પુડ્ડુચેરી, કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં સામાન્ય કરતાં 17 ટકાનો વધુ વરસાદ પડ્યો છે. મધ્ય ભારતમાં 12 ટકા વધુ વરસાદ પડ્યો છે. પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતમાં સામાન્ય કરતા 10 ટકા વધુ વરસાદ પડ્યો છે.