ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભારે વરસાદથી કેરલમાં મોતનું તાંડવ, 23 લોકોના મોત - વાયનાડ

તિરુવનંતપુરમ્: કેરલમાં સતત વરસી રહેલા વરસાદના કારણે ગત બે દિવસમાં જ 23 લોકોના મોત થઈ ગયા છે. રાજ્યભરમાં અત્યાર સુધીમાં લગભગ 22000થી પણ વધુ લોકોને 315 રાહત શિબરમાં સ્થળાંતર કરવામાં આવ્યા છે.

spot

By

Published : Aug 9, 2019, 12:24 PM IST

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના મત વિસ્તાર વાયનાડમાં 260 મીમી વરસાદ નોંધાયો છે. તો વળી મેપ્પાદીમાં ભૂસ્ખલન થતાં ત્યાં 2000 લોકો ફસાયેલા છે.

14 જિલ્લામાં તમામ સ્કૂલ, કોલેજો તથા અન્ય શૈક્ષણિક સંસ્થાઓ પણ શુક્રવારના રોજ બંધ રાખવાની ફરજ પડી છે.

કેરલના મુખ્ય પ્રધાને રાહત અને બચાવ માટે ભારતીય સેનાની મદદ માગી છે.

સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર કેરલમાં અત્યાર સુધીમાં 23 લોકોના મોત થઈ ગયા છે તથા 12 ટ્રેન રદ કરવી પડી છે. જ્યારે અમુક ટ્રેનને ડાયવર્ટ કરવી પડી છે.

ABOUT THE AUTHOR

...view details