ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભારે વરસાદને કારણે મુંબઈના અનેક વિસ્તારો પાણીમાં ભરાયા, રોડ પર ટ્રાફિક જામ થયા - monsoon

મુંબઈ: દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર જામ લાગી ગયો છે. જેને કારણે વાહન અને લોકોને આવવા-જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે.આ મૌસમના પહેલા વરસાદમાં જ મુંબઈ પાણી પાણી થઈ ગયું હતું. મુંબઈના રસ્તાઓ પર ભરાયેલા પાણી જોતા લાગી રહ્યું છે કે, મહારાષ્ટ્રમાં ચોમાસું બેસી ગયું છે.

file

By

Published : Jun 28, 2019, 1:20 PM IST

પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો મુંબઈના ધારાવી, અંધેરી, વસઈ, કાંદિવલી, બોરીવલી સહિતના અન્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદના કારણે ભરાવો થઈ ગયો છે. જેને કારણે લોકોને ખાસ્સી તકલીફ વેઠવી પડે છે. વરસાદને કારણે રસ્તાઓ ટ્રાફિક વધી રહ્યો છે, જામ થઈ રહ્યું છે. વરસાદના કારણે લોકલ રેલ સેવામાં પણ ભારે અસર વર્તાઈ રહી છે.

ABOUT THE AUTHOR

...view details