ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જામિયા હિંસા અંગે તપાસની માગ કરતી અરજી પર સુનાવણી ટળી - National capital delhi

દિલ્હી હાઈકોર્ટે જામિયા હિંસા મામલે તપાસની માગ કરતી અરજી પર સુનાવણી ટાળી દીધી છે. ચીફ જસ્ટિસ ડી.એન. પટેલની અધ્યક્ષતા હેઠળની બેન્ચે વીડિયો કોન્ફરન્સ દ્વારા થયેલી સુનાવણીમાં આગળની સુનાવણી 6 જુલાઈએ થશે તેમ જણાવ્યું હતું.

જામિયા હિંસા અંગે તપાસ ની માગ કરતી અરજી પર સુનાવણી ટળી
જામિયા હિંસા અંગે તપાસ ની માગ કરતી અરજી પર સુનાવણી ટળી

By

Published : Jun 29, 2020, 3:39 PM IST

નવી દિલ્હીઃ જામિયા હિંસા મામલે દિલ્હી હાઈકોર્ટ દ્વારા ગત 5 જૂને સુનાવણી દરમિયાન અરજીકર્તા અને વકીલે કોર્ટ સમક્ષ દિલ્હી પોલીસને આપેલા નિવેદનનો જવાબ આપવા માટે સમય માગ્યો હતો.
દિલ્હી કોર્ટે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે જામિયા હિંસા એક સુનિયોજિત કાવતરુ હતું. પોલીસને તપાસમાં મળેલી ફૂટેજ પરથી ખ્યાલ આવી રહ્યો છે કે, વિદ્યાર્થીઓના આંદોલનની આડમાં સ્થાનિકોની મદદ લઇ હિંસા ભડકાવવામાં આવી હતી.

રમખાણો માટે પેટ્રોલ બોમ્બ, પથ્થરો, લાકડીઓ ટ્યુબલાઈટ્સ, વાપરવામાં આવ્યા હતા. આ ઘટનામાં અનેક પોલીસ જવાનો પણ ઇજાગ્રસ્ત થયા હતા. આથી દિલ્હી પોલીસ પર ક્રૂરતાનો આરોપ મૂકવો યોગ્ય નથી.

વિરોધ કરવો દરેકનો અધિકાર છે પરંતુ તેની આડમાં કાયદાનો ભંગ તેમજ હિંસા અને રમખાણોમાં સામેલ થવું તે અપરાધ છે. દિલ્હી પોલીસે નિવેદનમાં આરોપીઓની યાદી અને સરકારી સંપત્તિને રમખાણો દરમિયાન થયેલા નુકસાનની વિગતો પણ કોર્ટને આપી હતી.

ABOUT THE AUTHOR

...view details