નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટની 5 સભ્યોની બેંચે આજે કલમ-370 અંતર્ગત નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરથી 370 હટાવ્યા બાદ કાયદાને ખત્મ કરી નાખવાના નિર્ણય પર પડકાર આપતી અરજી પર સુપ્રીમ કોર્ટની 7 સભ્યોની બેંચ પાસે મોકલવાથી મનાઇ ફરમાવી છે. આ મામલે હવે 5 સભ્યોની બેંચ સુનાવણી હાથ ધરશે. સુપ્રીમ કોર્ટે કલમ 370 કાયદાને રદ્દ કરવાના કેન્દ્રના 5 ઓગષ્ટ 2019ના નિર્ણયને બંધારણીય માન્યતાને પડકારતી અરજીનો ઉલ્લેખ કરવાનો ઇન્કાર કરી દીધો છે.
સુપ્રીમ કોર્ટે કલમ-370 મામલાને મોટી બેંચ પાસે મોકલવાનો કર્યો ઇન્કાર - court
સુપ્રીમ કોર્ટની 5 જજની બેંચે આજે કલમ 370 મામલાની અરજીઓ પર સુનાવણી કરી હતી. આ સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરથી કલમ 370 કલમ હટાવ્યા બાદ કાયદાને ખત્મ કરવાના નિ઼ર્ણયને પડકાર આપતી અરજીને 7 સભ્યોની બેંચ પાસે મોકલાવાની મનાઇ ફરમાવી છે.
જજ એન.વી. રમળની અધ્યક્ષતાવાળી 5 જજની બેંચે 23 જાન્યુઆરીના રોજ આ મુદ્દા પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. તમને જણાવી દઇએ કે, આ બેંચમાં જજ સંજય કિશન કૌલ, આર સુભાષ રેડ્ડી, બીઆર ગવાઇ અને સુર્યકાંત આમ 5 સભ્યો સામેલ છે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે ગત વર્ષ 5 ઓગષ્ટના સંસદના પ્રસ્તાવને પસાર કરવા કલમ 370ના કાયદાને બિનઅસરકારક જાહેર કર્યો હતો અને રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિભાજન કર્યુ હતું. કેન્દ્રના આ મહત્વપૂર્ણ નિર્ણય પર સવાલ કરતી સુપ્રીમ કોર્ટમાં 23 અરજીઓ દાખલ કરાઈ છે.