બાબરી મસ્જીદ વિવાદ: નવ મહિનામાં કેસનો ચુકાદો આપવા વિશેષ ન્યાયાધીશને સુપ્રીમનો આદેશ - gujarat
ન્યૂઝ ડેસ્કઃ સર્વોચ્ચ અદાલતે આદેશ આપ્યો છે કે, ભાજપના વરિષ્ઠ નેતાઓ સામેનો બાબરી વિધ્વંસ કેસનો ચુકાદો નવ મહિનામાં કરવામાં આવે. આ કેસમાં લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી તથા અન્ય નેતાઓ આરોપી તરીકે છે.
ઉત્તરપ્રદેશ સરકારે સુપ્રિમ કોર્ટને જણાવ્યુ હતું કે, ટ્રાયલ કોર્ટના જ્જનો કાર્યકાળ 30 સપ્ટેમ્બર સુધીનો છે. ત્યારપછી તેમની સેવાનિવૃત્તિ વધારાશે. જે 6 મહિના સુધી લંબાવાશે. સુપ્રિમ કોર્ટે કહ્યુ હતું કે, વિશેષ ન્યાયાધિશ આ દિશામાં કામ ચાલુ રાખે. ભલે ટ્રાયલમાં બે વર્ષ લાગે. 2 ઓગષ્ટે કોર્ટમાં થયેલી સુનાવણીમાં અદાલતે ઉત્તરપ્રદેશના મુખ્ય સચિવને ચાર સપ્તાહમાં આદેશનાં પાલન માટે સોગંદનામુ દાખલ કરવા જણાવ્યુ છે. તેમજ છ મહિનામાં ટ્રાયલ પુરી કરી આગળના ત્રણ મહિનાઓમાં ચુકાદો આપવામાં આવે.