નવી દિલ્હી : સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 328 કેસ સામે આવ્યા છે. અત્યાર સુધીમાં 151 દર્દી સ્વાસ્થ્ય થયા છે અને છેલ્લા 24 કલાકમાં 12 લોકોના મોત પણ નિપજ્યા છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં 328 કેસ સામે આવ્યા : ગૃહ મંત્રાલય - મંત્રાલય
સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જાણકારી આપી હતી કે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 328 કેસ સામે આવ્યા છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં 328 કેસ સામે આવ્યા : ગૃહ મંત્રાલય
લવ અગ્રવાલે કહ્યું કે, 29 રાજ્યોમાં 1965 કેસ સામે આવ્યા છે અને આ વાઇરસથી 50 લોકોના મોત નિપજ્યા છે. તેઓએ કહ્યું કે, તબલીઘી જમાત સાથે જોડાયેલા 40 લોકો કોરોનાથી સંક્રમિત છે.
લવ અગ્રવાલે વધુમાં કહ્યું કે, મુંબઇમાં ધારાવીમાં એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે. જ્યાં 300 ફ્લેટ અને 90થી આસપાસ દુકાન છે, જેને સીલ કરાવામાં આવી છે. તે કોલોનીમાં રહેલા પરિવાર અને ભવનના તમામ રહેનારાના સેંપલ એકઠા કર્યા છે.