નવી દિલ્હીઃ કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે કોરોના વાઇરસની સારવાર માટે યોગ અને આયુર્વેદ આધારિત મેનેજમેન્ટ પ્રોટોકોલ બહાર પાડ્યો છે. મંત્રાલયે પોતાના નિવેદનમાં જણાવ્યુ કે, રોગ પ્રતિકારક શક્તિ સારી હાવાથી કોરોનાને ફેલાતો અટકાવી શકાય છે. આયુર્વેદ અને યોગ દ્વારા રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરી શકાય છે.
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધન દ્વારા કોવિડ -19 ની સારવાર અને તેને ફેલાતો અટકાવવા, તેના સંચાલન માટે આયુર્વેદિક દવાઓ અને યોગ પર આધારિત એક પ્રોટોકોલ બહાર પાડવામાં આવ્યો છે. તેમા અશ્વગંધા અને આયુષ-64 જેવી દવાઓ શામેલ છે. જેથી કોરોના વાઇરસના હળવા લક્ષણો અને જે પોઝિટિવ કેસ હોઇ છે તેની સારવાર કરવામાં આવશે.